રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તેમજ બી.આર.સી. ભવન માળિયા આયોજિત મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ સરવડ કન્યા શાળા ખાતે યોજાયો હતો.
વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા, કૌશલ્ય તેમજ પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં મોરબી જિલ્લાના વિવિધ તાલુકા કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ કાવ્યગાન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી કલાને રજૂ કરી હતી. આ તકે પ્રથમ નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, રાજકોટ ડાયટ પ્રાચાર્ય વી.ઓ.કાચા, માળિયા તાલુકાના લાયઝન અધિકારી કાથડ, કલા ઉત્સવ જિલ્લા કન્વીનર સોનલબેન ચૌહાણ, પ્રવિણભાઈ આંબરીયા, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલ, માળિયા ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષક મોહનભાઈ કુવાડીયા, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, પ્રવિણભાઈ ભોરણીયા, જિલ્લા હિતેશભાઈ મર્થક, માળિયા તાલુકા પંચાયત સદસ્ય ધનજીભાઈ સરડવા, સરવડ ગામના સરપંચ તથા ઉપસરપંચ, માળિયા બી.આર.સી. નરેન્દ્રભાઈ નિરંજની, તાલુકાના તમામ સી.આર.સી. તથા નિર્ણાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસુભાઈ વરસડા દ્વારા કરવામાં આવ્યું હતું.