Friday, November 22, 2024
HomeNewsHalvadહળવદના મયુરનગર રાયસનગપુર વચ્ચેનો તૂટેલો પુલ યુવક માટે મોતનો પુલ સાબિત થયો...

હળવદના મયુરનગર રાયસનગપુર વચ્ચેનો તૂટેલો પુલ યુવક માટે મોતનો પુલ સાબિત થયો નદીમાં ડૂબી જવાથી આશાસ્પદ યુવાનનું મોત : તંત્ર ઘોર નિંદ્રામાં

હળવદના મયુરનગર નજીક આવેલા તૂટેલા પુલના લીધે યુવક તેના પિતાને ટિફિન દેવા જઈ રહ્યો હતો એ સમયે ડૂબી જતાં કરૂણ બનાવ બન્યો જો કે અનેક રજુઆત છતાં પુલનું સમારકામ ન કરવામાં આવતા બે ગામ ને જોડતો પુલ મોતનો પુલ સાબિત થયો છે ત્યારે તંત્ર પણ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

હળવદના તૂટેલા પુલના કારણે અનેક અકસ્માતના બનાવો ભૂતકાળમાં સામે આવ્યા છે ત્યારે આજે બપોરના સમયે હળવદના મયુરનગરની નદીમાં ડુબી જવાથી યુવાનુ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં મયુરનગરથી નદીના સામે કાંઠે મજુરીકામે ગયેલ માતા પીતાને ટીફિન દેવા જતો યુવાન નદીમાં ગરકાવ થયો હતો

અને ડૂબી ગયો હતો જેમાં યુવાન રાજુભાઇ છગનભાઇ મકવાણા ઉ.૨૦નુ નદિમા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું આજુબાજુના ગામેથી તરવૈયાની મદદથી નદી કાંઠે આવી મૃતદેહ શોધ્યો હતો ત્યારે આશાસ્પદ યુવાનના મોતથી નાના એવા મયુરનગર ગામ અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે જોકે મયૂરનગરના ગ્રામજનોએ ભૂતકાળમાં આ પુલ બનાવવા અનેક રજુઆત તંત્રને કરેલી છે

ત્યારે મયુરનગર અને રાયસંગપર વચ્ચે પુલ ટુટેલો હોવાથી પાણીમા પસાર થઇને સમાકાંઠે જવુ પડે છે ત્યારે તૂટેલા પુલને કારણે ગ્રામજનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે છતાં નિભર તંત્રના પેટનું પાણી હલતું નથી હાલ તૂટેલો પુલ મોતનો પુલ સાબિત થયો છે જેના લીધે સામાન્ય પરીવારને આશાસ્પદ યુવાનને ખોવાનો વારો આવ્યો છે હાલ યુવાનના મૃતદેહને પીએમ અર્થે હળવદ હોસ્પિટલે ખસેડી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!