Friday, September 20, 2024
HomeNewsMorbiમોરબીમાં રીક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાઓ / મોરબીમાં બહારના ઘરકામ કરવા મામલે...

મોરબીમાં રીક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાઓ / મોરબીમાં બહારના ઘરકામ કરવા મામલે પતિએ પત્નીને માર માર્યો

મોરબીના ભડીયાદ રોડ પર બાઇકને હડફેટે લેતા અજાણ્યા રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાઈ.                  મોરબી શહેરના ભડીયાદ રોડ પર નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીક ડીલક્સ પાન પાસેથી મેહુલભાઈ મુકેશભાઈ આંતરેસા (ઉ.વ.16) સ્પલેન્ડર રજી. નં. GJ-૩૬-P-૨૩૩૪ લઈને જતા હતા. ત્યારે કોઈ અજાણ્યા પીયાગો રીક્ષાના ચાલકે રીક્ષાનો સાઈડનો ભાગ બાઇકને ભટકાડી દેતા પાછળ બેઠેલા વ્યક્તિને સામાન્ય ઇજા અને મેહુલભાઈને પગમા ફેકચર જેવી તેમજ પેટના ભાગે ઈજા પહોંચી છે. આથી, મેહુલભાઈએ રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે રિક્ષાચાલકની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી બહારના ઘરકામ કરવા મામલે પતિએ પત્નીને માર માર્યો
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ સુથાર શેરીમાં રહેતા દક્ષાબેન ઉદયભાઇ ત્રિવેદી (ઉ.વ.૩૦)એ તેમના પતિ ઉદયભાઇ મહેશભાઇ ત્રિવેદી સામે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૭ ના રોજ ફરીયાદી બહારના ઘરકામ કરતા હોય. જેથી, આરોપી પતિને સારૂં ન લગતા ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ફરીયાદીને કપડા ધોવાનો ધોકો માથામાં મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!