મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં પોતાની વાડીની બાજુમાં દેશીદારૂ બનાવવાના આથો સહિતના મુદામાલ સાથે યુવાનની ધરપકડ કરવામાં આવી હતી.
મોરબીના જીવાપર ગામના ગૌરાંગભાઈ ઉર્ફે લાલો કાંતીભાઇ કાલરીયા દ્વારા પોતાની વાડી પાસે ધોડાદ્વી નદીના કાંઠે દેશીદારૂ બનાવવાની મીની ફેકટરી ચાલુ કરેલ હતી જેના પોલીસે રેઈડ કરતા દેશીદારૂનો આથો ૬૦ લીટર, ગેસનો બાટલો તથા દેશીદારૂ બનાવીને ગાળવાની સામગ્રી મળી આવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.