છેલ્લા ઘણા દિવસો થયા ગુજરાત પોલીસ દ્વારા ગ્રેડ પે માં વધારો ,ફરજ નો સમય નક્કી કરવા માટે અને યુનિયન બનાવવાની મંજૂરી જેવી અનેક માંગણી ઓ માટે ડિજિટલ મહા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું જે આંદોલન ને પોલીસ પરિવાર અને ગુજરાત ભર ની અનેક સમાજ ,સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સમર્થન મળી રહ્યું હતું જેને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બ્રિજેશ કુમાર ઝા સહિત ના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને પોલીસ ની માંગણી ઓની સમીક્ષા કરવા માટે પોલીસ મહાનિરીક્ષક બ્રજેશકુમાર ઝા ના અધ્યક્ષ સ્થાને 5 સભ્યો ની સમિતિ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય ને પગલે પોલીસ મહા આંદોલનને આંશિક સફળતા પ્રાપ્ત થઈ હોય જેથી સમગ્ર ગુજરાત પોલીસ માં હર્ષ ની લાગણી છવાઈ રહી છે.
જેમાં મોરબી પોલીસ પણ બાકાત નથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે એક બીજા ના મોં મીઠા કરાવી અને આતશબાજી કરી ને ગૃહમંત્રી દ્વારા લેવાયેલા આ નિર્ણય ને ભારે ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યો હતો.
જો કે બીજી બાજુ આ આંદોલન દરમિયાન જે પોલીસકર્મીઓ સામે ગુના નોંધાયા છે તેને પણ રદ કરવા જરૂરી છે તો બીજી બાજુ આ સમિતિની રચના બાદ ઝડપી તેનો ઉકેલ આવે અને પોલીસની માંગણીઓ સંતોષવામાં આવે તે અત્યંત જરૂરી અને અનિવાર્ય છે.