કોરોના કાળ પછી નાના વેપાર ધંધા માં મંદી નો માર સતત પડી રહ્યો છે જેને કારણે ઘણા નાના વેપારીઓ ને તહેવારો માં કોવિડ પ્રોટોકોલ ને કારણે પૂરતો વેપાર કરી શક્યા નથી જેથી ઘણા ધંધા બન્ધ થઈ ગયા છે પરંતુ હવે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને દિવાળી નજીક આવી રહી છે ત્યારે નાના ધંધાર્થીઓ ને પોતાના વેપાર માં એક પ્રગતિ નો રસ્તો મળી રહે અને આર્થિક મુશ્કેલી માંથી બહાર નીકળી શકે એ હેતુ થી ગૃહ મંત્રી દ્વારા નાના ધંધાર્થી ઓ ને રાત્રી ના 12 વાગ્યા સુધી વેપાર કરવાની છૂટ આપવામાં આવી છે.
અને સાથે સાથે હાલ માં 8 મહાનગરો માં લાગુ રાત્રે 12 થી 6 વાગ્યા સુધી ના કરફ્યુ માં પણ ફેરફાર કરી ને 2 કલાક કરફ્યુ ઘટાડી ને કરફ્યુ નો સમય રાત્રી ના 1 થી 5 કરવાનો નિર્ણય પણ ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાત ના નાના વેપારીઓ માં આ નિર્ણય સાંભળી ને આનંદ ની લાગણી છવાઈ ગઈ છે.