માળીયા તાલુકાના ચીખલી ગામે ખેતીની જમીન પર ગેરકાયદે કબજો જમાવી ત્રણ વર્ષ કરતા વધારે સમયથી ખાલી ન કરતા જિલ્લા કલેકટરને આરોપીઓ સામે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરાઈ હતી જેને લઈને તપાસના અંતે માળીયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
માળીયાના ખાખરેચી ગામે રહેતા મનસુખભાઈ પ્રભુભાઈ ઓડિયાની ચીખલી ગામે સર્વ નં. ૨૨૩ વાળી જમીન પર ૨૦૧૮થી જમીન પર તેજ ગામના ચાર શખસો ઈસાભાઈ દાઉદભાઈ પારેડી , રહેમાનભાઈ હાસમભાઈ જામ, હાજીભાઈ માલાણી , તથા ધનશયામભાઈ ડાયાભાઈ ઓડીયાર કબજો જમાવી તેના પર ખેતી કરી ઉત્પાદન મેળવતા હતા તથા જમીન ખાલી ન કરતા ગુનો દાખલ કરવામાં આવતા આ અંગેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એમ. આઈ. પઠાણ ચલાવી રહયા છે.
મોરબી જિલ્લામાં ભૂમાફિયાઓ સામે તાબડતોડ ગુનાઓ દાખલ થતા ભૂમાફિયાઓમા ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.