મોરબી માર્કેટિંગ યાર્ડમાં અગમ્ય કારણોસર વિકરાળઆગ ભભૂકી ઉઠતા હજ્જારો મણ કપાસ આગમાં હોમાઈ ગયો હતો આગની ઘટનની જાણ થતાં અફરાતફરીનો મહોલ સર્જાયો હતો આ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર સ્ટાફ મારતે ઘોડે ઘટના સ્થળે દોડી ગયો હતો.
મોરબીમા આવેલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના શેડમાં આગ ભભૂકી ઉઠી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં પડેલા કપાસના જથ્થામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અગમ્ય કારણોસર ભભૂકી ઉઠેલી આગે જોત જોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટાના દ્રસ્યો સર્જાયા હતા. જેની જાણ કરતા મોરબી પાલિકાના ફાયર ફાયટરનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અવિરાત પાણીનો મારો ચાલકી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.
આગની આ દુર્ઘટનાથી મોટું આર્થિક નુકસાન થયુ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. હજારો મણ કપાસ ભસ્મીભૂત થઈ ગયો હોવાથી ખેડૂતોમાં દિવાળી ટાણે હોળી જેવો માહોલ સર્જાયો છે સાથે મોઢે આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
–આગની ઘટનાને પગલે યાર્ડમાં કપાસની હરાજી બંધ કરાઇ
આગની ઘટનાને લઈને કપાસની નવી ખરીદી બંધ કરવા અંગે યાર્ડના અધિકારીઓ પદાધિકારિઑ દ્વારા નિર્ણય લેવાયો છે. દિવાળી ટાણે ખરીદી બંધ કરાતા ખેડૂતો ને નાણાની જરૂરિયાત હોય તથા તૈયાર માલ સાચવવાની વ્યવસ્થા ન હોય તો જવું ક્યાં તેવું સવાલ જન્મ્યો છે.
–ખેડૂતોને રૂપિયા ચૂકવી દેવા કિસાન સંગઠનની માંગ
આગની આ ઘટના અંગે ગુજરાત કિસાન સંગઠનના લક્ષમણભાઈ આહિરે જણાવ્યું હતું કે યાર્ડ સત્તાવાળાઓની બેદરકારી જવાબદાર હોવાની સંભાવના છે. દિવાળી જેવા તહેવારને કારણે ખેડૂતોને નાણાની જરૂરિયાત હોવાથી યાર્ડમાં કપાસ વેચવા આવે છે જેથી કપાસનો જંગી જથ્થો યાર્ડમાં છે અને આગને કારણે લગભગ સાત થી આઠ હજાર મણ કપાસનો જથ્થો આગમાં હોમાય ગયો હોય વેપારી દ્વારા કપાસની ખરીદી કરાયા બાદ આગ લાગી હોવાથી બે દિવસમાં હરાજીના ખેડૂતોને તાત્કાલિક રૂપિયા ચૂકવી દેવામાં આવે તેવી ગુજરાત કિસાન સંગઠને માંગ કરી છે.