વાકાનેર તાલુકાના કણકોટ ગામે નવરાત્રીના આયોજક તેમજ રાજકોટના યુવાનો વચ્ચેે બાકી ફાળો ન લખવા બાબતે બધડાટી બોલી જવા પામી હતી. જેમા તલવાર, ધારીયા અને ધોકા પાઈપ વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો.આ ધીંગાણામાં ગરબીના આયોજક યુવાન તથા અન્યને ઈજાઓ થતા રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે સામ સામી પોલીસ ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
વાકાનેરના કણકોટ ગામે નવરાત્રી દરમ્યાન ગરબીનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેનુ આયોજન ગામના યુવાન મહાવીરસિંહ અભેસિંહ ઝાલાએ કરેલ હતુ ત્યારે નોરતા ફાળો લખવાનો હોય રાજકોટના શખસોએ ફાળો બાકી લખવાનું કહ્યું હતું પરંતુ તે વખતે આયોજકે બાકી ફાળો લખવાની ના પાડી હતી જે અંગેનુ મનદુઃખ રાખી યુવાન પર રાજકોટના ૬ શખસો વિજયસિંહ ઉર્ફે વિજુભા જેઠુભા ઝાલા, બળવંતસિંહ જેઠુભા ઝાલા, છત્રસિંહ જેઠુભા ઝાલા કુલદીપસિંહ છત્રસિંહ ઝાલા, ધૃવરાજસિહ વિજયસિંહ ઝાલા તલવાર અને ધારીયા સહિતના હથિયારો સાથે તુટી પડયા હતા હુમલામાં ધવાયેલ ગરબી સંચાલકને ઈજાઓ થતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા તેમજ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી
તેમજ સામાપક્ષે રાજકોટ રહેતા છત્રસિંહ જેઠુભા ઝાલા એ પણ ફરિયાદ નોંધાવી ફરિયાદમાં જણાવ્યા મુજબ અમે અમારે મુળ ગામમાં અવારનવાર આવતા હોય જે સારું ન લાગતા કણકોટના રાજેન્દ્રસિંહ અભેસિંહ ઝાલા, મહાવીરસિંહ અભેસિંહ, રૂતુરાજસિહ, મુળરાજસિહ, મહેન્દ્ર સિંહે તમે ગામમાં કેમ આવો છો તેમ કહી ઝધડો કરી ગાળો આપી ગામમાં આવશોતો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી કુહાડી અને લાકડી વડે મારમારી ઈજા પહોંચાડી ફેક્ચર કરી નાખતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે કલમ ૧૪૩,૧૪૭, ૧૪૮,૧૪૯,૩૨૬,૩૨૫,૩૨૪,૫૦૪,૫૦૬(૨)સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી હતી.