Wednesday, October 30, 2024
HomeGujaratઆવતીકાલે મોરબીમાં નાટ્ય, ભવાઈ સહિતના કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર શ્રેષ્ઠીઓનો સન્માન...

આવતીકાલે મોરબીમાં નાટ્ય, ભવાઈ સહિતના કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ યોજાશે

આવતીકાલે મંગળવારે મોરબીના જેન વણિક ભોજન શાળા ખાતે નાટ્યભૂમિ, ભવાઈ કલા સહિતના કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર શ્રેષ્ઠીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કાલે તા.2 ના રોજ સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન સન્માન સમારોહ યોજાશે.

- Advertisement -
- Advertisement -

નાટય ભૂમિ, ભવાઈ કલા અને મોરબીના વૈશ્વિક કક્ષાના નાટયક્ષેત્રના કલાકારો, દિગ્દર્શકો, સંગીતકારો, લેખકોને અગ્રણીઓને હસ્તે એવોર્ડ આપી નવાજવામાં આવશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય સંગીત નાટય એકેડમિના અધ્યક્ષ પંકજભાઈ ભટ્ટના હસ્તે કરવામાં આવશે. વધુમાં આ અવસરે રામધન આશ્રમ મોરબીના મહંત પૂજય ભાવેશ્વરી પધારી આશીર્વચન પાઠવશે. મોરબી મામલતદાર ડી. જે. જાડેજાના પ્રમુખસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં ગોંડલ સમ્રાટ ફિલ્મના નિર્માતા અશોકભાઈ પટેલ, અતુલભાઈ જોશી, સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયા, યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારી, રામ મંદિર ટ્રસ્ટ રતનપરના વિજય કારીયા, સંગીતકાર મનોજ – વિમલ, લેખક અજીમ ઇબ્રાહિમ કબીર, ડીઓપી સોહિલ ઠક્કર, અગ્રણી બિલ્ડરસ હંસરાજભાઈ ગામી, મહેશભાઇ ભટ્ટ ગીરધરભાઈ જોષી સહિતના મોટી સંખ્યાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન ડો.શૈલેષભાઈ રાવલ દ્વારા કરાશે.

આ પ્રસંગે પધારવા હિસન આર્ટીસ્ટ ફેડરેશન – ગુજરાતના પ્રમુખ લાલજીભાઇ મહેતા, નારાયણ સેવા સંસ્થા ,મોરબીના પ્રમુખ ઘનશ્યામસિંહ એસ. ઝાલા, રામભાઇ મહેતા સહિતનાઓએ અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!