Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી: સાત જુગારીઓને દબોચી લીધા

મોરબીમાં જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી: સાત જુગારીઓને દબોચી લીધા

મોરબીના કાલીકા પ્લોટ નજીક જાહેર જુગાર રમતા સાત શખસોને પોલીસે ઝડપી લઈ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના કાલીકા પ્લોટ મીઠાના ડેલાવાળી શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા શકુનીઓ પર પોલીસે રેઈડ પાડી હતી જેમાં મોરબીના મુસ્તાકભાઈ હાસમભાઈ ખુરેશી ઉ.વ.૪૨ ધંધો.મજુરી રહે. જવેરીશેરી ગઢની રાંગ, રજનીકાંતભાઈ પરસોતમભાઈ નિમાવત ઉ.વ.૫૦ ધંધો.નોકરી રહે. મોરબી નવલખી રોડ સર્વોદયપાર્ક મારૂતિ કરિયાણાની બાજુમાં, અબ્દુલભાઈ ઓસમાણભાઈ ખુરેશી ઉ.વ.૫૬ ધંધો.મજુરી રહે. કાલીકા પ્લોટ મીઠાની ડેલાવાળી શેરી રવાપર રોડ મોરબી, ઈસ્માઈલભાઈ હુસેનભાઈ ખુરેશી જાતે. મતવા ઉ.વ.૩૮ ધંધો.મજુરી રહે. કાલીકા પ્લોટ મીઠાની ડેલાવાળી શેરી રવાપર રોડ ,કાસમભાઈ સીદીકભાઈ ખુરેશી ઉ.વ.૫૨ ધંધો.મજુરી , અહેમદભાઈ નુરમામદભાઈ ખુરેશી ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે. જવેરી શેરી ગઢનીરાંગ,હાજીભાઈ મુસાભાઈ ખુરેશી જાતે.મતવા ઉ.વ.૩૦ ધંધો.ડ્રાઈવીંગ રહે. કબીર ટેકરીતમામ સાત શખસો ગંજીપતાના પાનાવતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોઇ રોકડ રૂપિ‍યા ૨૬૯૧૦ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!