આજે ધનતેરસના પાવન પર્વ નિમિત્તે મોરબીના પરશુરામ ધામના આંગણે યજ્ઞ શાળાનું મુહુર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બ્રહ્મ સમાજની દીકરી દિયા મેહતાનું અમદાવાદ ખાતે લીવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન હોય જે સફળતાપૂર્વક પર પડે તે માટે પણ યજ્ઞ કરી આહુતિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે યજ્ઞના આચાર્ય પદે હસુભાઈ પંડ્યાએ બિરાજી ધાર્મિક વિધિ વિધાન મુજબ વિધિ કરાવી હતી. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત અનિલભાઈ મહેતા, પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, નલિનભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ મેહતા, બી.કે.લેહરુ, મુકુંદભાઈ જોશી, કિશનભાઈ ઉપાધ્યાય, વીનુભાઈ ભટ્ટ, પી.વી.પંડ્યા, મુકેશભાઈ જોશી, રાજેન્દ્રભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, રવિન્દ્રભાઈ ત્રિવેદી, દિપકભાઈ દવે, કયુર પંડ્યા, જગદીશભાઈ દવે, મુકેશભાઈ જોશી, અમુલભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ અગ્રણીઓએ દિયાના સારા સ્વાથ્ય માટે પ્રાર્થના કરી હતી.