Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુથી ચારના મોત

મોરબી જિલ્લામાં અપમૃત્યુથી ચારના મોત

મોરબી જિલ્લામાં અપમૃત્યુથી ચારના મોત થયાનું પોલીસ ચોપડે નોધાયું છે જેમાં મોરબીમાં કંડલા હાઈવે પર અકસ્માતમાં એક કિશોરનુ ડમ્પર હડફેટે મોત નીપજ્યું હતું,મોરબીમાં બાઈક પરથી પડી જતા યુવાનનું મોત નીપજ્યું હતું , ટંકારામાં માનસિક અસ્થિર મહિલાએ કુવામા ઝપલાવતા મોત નીપજ્યું હતું તેમજ ટંકારામાં પત્ની સાથે બોલાચાલી થતા યુવાને ઝેરી દવા પી લેતાં મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી નવલખી રોડ પર રોકડીયા હનુમાન મંદિર પાસે મોરબીના મનસુખભાઈ પરબતભાઈ કંઝારિયા તથા પરિવારના સભ્યો વગેરે ટ્રેકટર લઈને જતા હતા તે દરમ્યાન રોગ સાઈડ પરથી પુરપાટ ઝડપે આવતા ડમ્પર નં GJ 36 T 9622 તેણે પોતાના હવાલા વાળૂ વાહન રોંગ સાઇડમા પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી ચલાવી ફરિ.ને જમણા હાથમા ફેક્ચર અને શરીરે મુંઢ ઇજા પહોચાડી તેમજ ફરી.ના પત્ની, અને નાના ભાઈના દિકરા રમેશ અને અન્ય મજુરોને નાની મોટી ઇજા પહોચાડી તેમજ ફરિ. ના નાના દિકરા વિજયને ટ્રેક્ટર અને ટ્રોલી સાથે હડફેટમાં લઇ વાહન અકસ્માત કરી ફંગોળી દઈ પછાડી દઈ હાથે-પગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવી પોતાના હવાલા વાળુ વાહન રેઢુ મુકી નાશી જતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના જાંબુડિયા બ્રિજ નજીક વાકાનેરથી ડબલ સવારી બાઈક પર આવતા કિશનગીરી રમેશભાઈ ગોસ્વામી તથા તેના મિત્ર મોરબી તરફ આવતા હોય બાઈક પરથી પડી જતા યુવાનનું મોત નિપજ્યું હતું.

ટંકારામાં માનસીક અસ્થિર મહિલાએ કુવામા ઝપલાવતા મોત નિપજ્યું હતુ કાન્તાબેન ચંદુગીરી ગોસ્વામી માનસિક અસ્થિર હોય કુવામા ઝપલાવતા મોત નિપજ્યાનુ પોલીસ ચોપડે નોધાયું હતુ.

ટંકારાના નેકનામ ગામે પત્ની સાથે બોલાચાલી થતા યુવાને ઝેરી દવા પી લેતાં મોત નિપજ્યાનુ ટંકારા પોલીસ મથકમાં જાહેર થયુ છે.ટંકારાના નેકનામ ગામે વાડીએ ભાગીયુ રાખી રહેતા મહેશભાઈ વેચાતભાઈ માવિને તેની પત્ની સંગીતાબેન સાથે ગઈ તા. ૨૯/૧૦/૨૦૨૧ ના રોજ રસોઈ ટાઈમે ન બનાવતી હોય તેમજ તેમના ખેતીના કામમાં ધ્યાન આપતા ન હોય જે બાબતે તેની પત્ની સાથે બોલાબોલી થતા તે બાબતે મરણજનારને લાગી આવતા પોતાની જાતે કપાસ માં છાટવાની ઝેરી દવા પી જતા પડધરીસરકારી હોસ્પિટલમાં મા બેભાન હાલતમા સારવાર માં આવતા ફરજ પરના ડોકટર એ મરણગયેલ જાહેર કરેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!