Wednesday, October 30, 2024
HomeGujaratરાજકોટ મોરબી હાઇવે પર ટંકારાના મિતાણા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

રાજકોટ મોરબી હાઇવે પર ટંકારાના મિતાણા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના મીતાણા નજીક રોંગ સાઈડમાં આવતા એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ઇજા પહોંચી હતી જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના મિતાણા નજીક જીગ્નેશભાઇ ભીખાભાઇ પરમાર પોતાનું બાઈક જી.જે-૩૬ સી ૨૭૧૯ લઈ રાજેશભાઇ ચાવડા તથા ભાણેજ શ્રીશાંત ચાવડા (ઉ.વ-૬) સાથે ગજડી થી રાજકોટ તરફ જતા હતા. આ દરમિયાન મીતાણા ગામથી અડધો કિ.મી. દુર ડીવાઇડર ક્રોસ કરી એકટીવા બાઈક રજી નંબર-જી-જે-૦૩ એમ.સી ૫૬૫૬ના ચાલકે રોંગ સાઇડમા આવી જીજ્ઞેશભાઈના બાઈક સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજ્ઞેશભાઈને ડાબી આંખ પાસે તેમજ રાજેશભાઇ ચાવડાને જમણા ખંભા પાસે ફેક્રચર તથા ગંભીર ઇજા અને નાક પાસે ઇજા પહોંચી હતી જેથી ભાણેજ શ્રીશાંત ચાવડાને જમણા પગે ફેક્રચર થતા ઇજાગ્રસ્ત જીગ્નેશભાઈએ ટંકારા પોલીસ મથકમાં એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!