દિવાળી નૂતન વર્ષના તહેવારના સમયગાળા દરમીયાન મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો નોંધાયા છે. જેમાં અકસ્માતે પડી જતા બે યુવાનના અને ગળેફાંસો ખાઈ જતા પરિણીતાનું મોત થયાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના માળીયા વનાળીયા સોસાયટી વિસ્તારમાં જયન્તીભાઇ જીવાભાઇ અંબાલીયા ઉ.વ.૪૦ રહે.રામાપીરના ઢોરે મોરબીવાળા ચાલી રહ્યા હતા આ દરમિયાન ચાલતા ચાલતા કોઈ કારણ સર અકસ્માતે નીચે પડી જતા ગંભીર ઇજા થવા પામી હતી જેની વિસ્તારવાસીઓ જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરતા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના અન્ય એક બનાવમાં મોરબી તાલુકાના ગાળા ગામના સોલોગ્રેસ સિરામીકના લેબર ક્વાટરમાં રહી અને મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા મંગુલતાભાઇ ત્રીનાથભાઇ નાયક (ઉ.વ-૨૧) મુળ રહે.કુંદરબીસડા તા.જશીપુર જી.મયુરભંજ રાજ્ય-ઓરીસ્સા
સિરામીક લેબના કામ કરી રહ્યા હતા આ દરમિયાન ત્રીજા માળેથી અકસ્માતે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી જેથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મોરબી તાલુકાના લક્ષ્મીનગર મેક માઇક્રોન કંપની ગુરૂકુળ પાસે રહેતા કવિતાબેન બનેસંગભાઇ વર્મા નમના 27 વર્ષીય પરિણીતાને આજથી એક દોઢ માસ પહેલા ઝેરી સાપ કરડ્યો હતો. આ ઉપરાંત માનસીક બીમાર રહેતી હોવાથી અંતે કંટાળી જઈ પોતાના ઘરે ગળે ફાસો ખાઇ જીવતરનો અંત આણી લીધો હોવાનું તાલુકા પોલીસ મથકમાં જાહેર થયું છે.