Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેર નજીક ઈકો કારે હડફેટે લેતા દંપતિ ઈજાગ્રસ્ત

વાંકાનેર નજીક ઈકો કારે હડફેટે લેતા દંપતિ ઈજાગ્રસ્ત

વાંકાનેર નજીક બુલેટ સવાર દંપતિને ઈકો કારે હડફેટે લેતા બનૈ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા તો બેફિકરાઈથી ગાડી ચલાવનાર ઈકો કાર ચાલક સામે વાંકાનેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના કોઠી ગામનુ દંપતિ ફારૂકભાઈ ઉસ્માનભાઈ બાદી તથા તેમના પત્ની યાસ્મીનબેન લીબાળા ધાર વાંકાનેર રોડ પર લીલાપર સીમમાં દરગાહ નજીકથી પસાર થતા હતા તે દરમ્યાન ઇકો ફોરવીલ નં. GJ- 36 -L- 8932 નંબરની ઇકો ફોરવીલ પુરઝડપે અને બેફીકરાઈથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદી તથા સાહેદને બુલેટસહિત હડફેટે લઈ અકસ્માત કરી યાસ્મીન બેનના બંને હાથે કોણીના ભાગે તથા બંને પગે ઢીંચણના ભાગે તથા કપાળના ભાગે જમણી બાજુ ઇજા પહોંચાડી તથા ફારૂકભાઈ ઉસ્માનગનીભાઈ બાદી ને જમણા હાથે કાંડાના ભાગે ફ્રેક્ચર તથા કપાળના ભાગે તથા જમણા પગે આંગળીના ભાગે તથા ડાબા પગે ઢીંચણના ભાગે તથા હોઠના ભાગે ઇજા પહોંચાડી અકસ્માત કરતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અકસ્માત કરી ફરાર થઈ જનાર ઈકો કારના ચાલકને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!