Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના કણકોટ ગામેં કાર કૂવામાં ખાબકી : ચાર લોકોના મોત

વાંકાનેર તાલુકાના કણકોટ ગામેં કાર કૂવામાં ખાબકી : ચાર લોકોના મોત

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ મોડી રાત્રિના સમયગાળા દરમિયાન અકસ્માતનો બનાવ સામે આવ્યો છે આ કરુણાતીકામાં કાર કૂવામાં ખાબકતા ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ છે.

- Advertisement -
- Advertisement -

દિવાળી, નૂતન વર્ષના પર્વ નિમિતે અમદાવાદનો એક પરિવાર કાર મારફતે પ્રવાસ અર્થે નીકળ્યો હતો. ત્યારે મોડી રાત્રીના સમયગાળા દરમિયાન કાર વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક પહોંચતા આ પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કણકોટ ગામના પાટિયા પાસે કાર ચાલકે પોતાની કાર રોડની સાઈડમાં નીચે ઉતારી દેતાં કાર કુવામાં ખાબકી હતી. જેમાં કાર સવાર ચાર લોકોના મોત નિપજ્યા હતા. કારમાં બેઠેલ મંજુલાબેન રતિલાલભાઈ પ્રજાપતિ (ઉ.વ.60), મીનાબેન દિનેશભાઈ પ્રજાપતી(ઉ.વ.43), આદિત્ય દિનેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.16) અને પૌત્ર ઓમ (ઉ.વ.7) ના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા.

આ ઘટનાની જાણ થતાની સાથે જ મોરબી અને રાજકોટ ફાયરની ટિમ મરતે ઘોડે ઘટના સ્થળે પોહચી હતી અને બચાવ કામગીરી હાથ ધરતા કારમાં સવાર અન્ય લોકોને બચાવી લેવાયા હતા.

આ બનાવને પગલે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ ભવનભાઈ પ્રજાપતિ (ઉ.વ.69) હાલમાં ઇકો કાર નંબર જીજે એચ ઝેડ 1453 ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!