ગુજરાત ના મહાનુભાવો ને પદ્મ એવોર્ડ એનાયત જેમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ અને સ્વ.મહેશ કનોડિયા અને સ્વ.નરેશ કનોડિયા અને સ્વ.કવિ દાદ ને મરણોપરાંત પદ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે અને પ્રસિદ્ધ હાસ્ય કલાકાર શાહબુંદીન રાઠોડ ,સરિતા જોશી ,ગફુરભાઈ બિલખિયા,પ્રો.સુધીરકુમાર જૈન અને બાલકૃષ્ણ દોશી આર્કિટેક્ચર ને પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ના હસ્તે પદ્મ એવોર્ડ થી સન્માનિત કરાયા છે.
આ સિવાય અનેક મહાનુભાવો ને પણ પદ્મ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવ્યા છે .
દાદુદાન પ્રતાપદાન ગઢવી નો જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૦ અને સ્વર્ગવાસ ૨૬ એપ્રિલ ૨૦૨૧ થયો હતો તેઓ કવિ દાદ તરીકે પણ જાણીતા હતા.ગુજરાતી કવિ અને ગુજરાત, ભારતના લોક ગાયક હતા.
બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી, OAL, નો જન્મ 26 ઓગસ્ટ 1927 ના રોજ થયો હતો.તેઓ એક ભારતીય આર્કિટેક્ટ છે. તેમને ભારતીય સ્થાપત્યની એક મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવે છે અને ભારતમાં સ્થાપત્ય પ્રવચનના ઉત્ક્રાંતિમાં તેમના યોગદાન માટે જાણીતા છે.લે કોર્બ્યુઝિયર અને લુઈસ કાહ્ન હેઠળ કામ કર્યા પછી, તેઓ ભારતમાં આધુનિકતાવાદી અને ક્રૂરતાવાદી સ્થાપત્યના પ્રણેતા છે.
ગુજરાતના અમરેલી જીલ્લાના સાવરકુંડલાના વંદા જેવા નાનકડાં ગામમાં જન્મેલા ગફુરભાઇ વર્ષ 1980માં વાપીમાં ધંધા રોજગાર અર્થે પરિવાર સાથે આવ્યા હતા. શરૂઆતના દિવસો સંઘર્ષમાં વિતાવ્યા બાદ તેમના મોટો પુત્ર કેમિસ્ટ સાથે ગ્રેજયુએટ થયા બાદ મુંબઇના મિત્ર પાસે માત્ર 12 હજાર રૂપિયાની લોન લઇને તેમણે વાપીમાં સ્યાહી (ઇન્ક) બનાવવાની શરૂઆત કરી હતી. ગફુરભાઇનું કહેવું છેકે, એક હાથ રળે તો પેટ ભરાય પણ ઝાંઝા હાથ રળે તો સમગ્ર પરિવાર અને અન્યનું પણ ભરણપોષણ થાય. ઇન્ક કંપનીની સ્થાપના થયા બાદ તેમણે સતત વિકાસની હરણફાળ ભળી હતી. આજે તેમની દ્વારા સ્થાપિત ત્રણ કંપનીઓનું તેમના પુત્ર સંચાલન કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની માતાના નામે મા ફાઉન્ડેશન સંસ્થા થકી ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ આપી રહ્યા છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને મદદ કરી ચુકી છે.
શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક તથા તેઓ 1971 થી 1996 દરમિયાન શિક્ષક તરીકે પણ ફરજ બજાવી છે તેઓ તેમની આગવી શૈલી માટે જાણીતા છે.તેઓનો જન્મ 9 ડિસેમ્બર 1937 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ ગામે થયો હતો.
પ્રો. સુધીર કુમાર જૈન નો જન્મ 1959 માં થયો હતો સિવિલ એન્જિનિયર અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરમાં તેઓ પ્રોફેસર છે. તેઓ હાલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરના ડિરેક્ટર તરીકે તેમની ત્રીજી ટર્મ સેવા આપી રહ્યા છે. તેઓ સિસ્મિક ડિઝાઇન કોડ્સ, ઇમારતોની ગતિશીલતા અને ભૂકંપ પછીના અભ્યાસોના ક્ષેત્રોમાં સઘન સંશોધન અને વિકાસ કરી રહ્યા છે.આ ઉપરાંત, પ્રો. જૈને વિકાસશીલ દેશો પર કેન્દ્રિત ધરતીકંપ ઈજનેરીમાં શિક્ષણ, સંશોધન પ્રવૃત્તિઓ અને વિકાસમાં સક્રિયપણે ભાગ લીધો છે. તેઓ ઈન્ડિયન નેશનલ એકેડમી ઑફ એન્જિનિયરિંગના ચૂંટાયેલા સાથી છે. વિકાસશીલ દેશો (2021)માં ભૂકંપ ઇજનેરીમાં નેતૃત્વ માટે તેઓ યુએસ નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.
ગુજરાત નું ગૌરવ એવા સરિતા જોશી નો જન્મ ૧૭ ઓક્ટોબર, ૧૯૪૧ એ થયો હતો તેઓ ભારતીય નાટ્ય, ટેલિવીઝન અને ફિલ્મ કલાકાર છે. તેઓ ગુજરાતી નાટ્ય અને મરાઠી નાટ્ય તેમજ મરાઠી ચલચિત્ર કલાકાર પણ છે. તેઓ સ્ટાર પ્લસની ટેલિવીઝન ધારાવાહિક બા બહૂ ઔર બેટી માં ગોદાવરી ઠક્કરના પાત્ર માટે જાણીતાં છે. સરિતા જોશી આજે પણ રંગભૂમિ અને ટેલીવિઝન તથા બીજી ઈતર પ્રવૃત્તિમાં કાર્યરત છે.આજે તેઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.