મોરબીના અજંલી એપાર્ટમેન્ટમાં આગનું છમકલું થતા દોડધામ મચી ગઈ હતી શહેરના અંજલિ એપાર્ટમેન્ટમાં આવેલ અશોકભાઈ તન્નાના રહેણાંક મકાનમા ઘરઘંટી શોટ સર્કિટના કારણે અકસ્માતે આગ લાગી હતી. આગને પગલે ધૂમાડાના ગોટેગોટાના દ્રશ્યો સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર શાખાની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે ફાયર વિભાગની સતર્કતા અને જાગૃતિને પગલે કોઇ જાન હાની થઈ ન હતી.