મોરબીમાં ચૂંટણી પૂર્વે જ મોરબી વાસીઓ પાસે પ્રશ્નો નો કોથળો : કોરોડો રૃપિયાનું દાન આપતું અને ટેક્સ ચૂકવતું મોરબી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ઘરના ઘંટી ચાટે પારકા મોજ કરે જેવો ઘાટ ! મોરબીમાં ચૂંટણી ના પડઘમ પૂર્વે જ વિરોધનો વંટોળ : મોરબીની આગામી ચૂંટણી નેતાઓ માટે ખાંડાની ધાર પર ચાલવા જેવી સ્થિતિ : મોરબીમાં ચૂંટણી પૂર્વે જ માહોલ ગરમ.
મોરબીમાં ઘરના ઘંટી ચાટે પારકા મોજ કરે જેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેમાં કરોડો રૂપિયાનો ટેક્સ ભરતું મોરબી દાનમાં પણ કર્ણ જ છે તાજેતરમાં જ પાંચ કરોડથી વધુનું અનુદાન મોરબી સીરામીક એકમો દ્વારા કરાયું છે છતાં કોઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં નથી આવતી જેના પર મોરબી સીરામીક વેપારીઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે ત્યારે મોરબીમાં ઘરના ઘંટી ચાટે તેવો ઘાટ સર્જાયો છે મોરબીના લોકો સામાન્ય સુવિધાઓથી વંચિત છે
જેમાં રસ્તાઓ થી લઈને રખડતા ઢોર હોય કે ગંદા પાણીનો નિકાલ કે પછી તબીબી સુવિધાઓ તમામ સુવિધાઓ મોરબીમાં હાલ ફક્ત ક્યાંક કાગળ પર ક્યાંક કહેવા પૂરતી જ છે ત્યારે મોરબીમાં ટૂંક સમયમાં જ ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા ના એંધાણ સર્જાય રહ્યા છે અને ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂર્વે જ નેતાઓને લોકોના પ્રાણ પ્રશ્નો જોવાનો સમય મળે છે જેમાં ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી અપક્ષ હાલ તો મોરબીના લોકોને વિકાસના ઓક્સિજન ની તાતી જરૂરિયાત છે એ વિકાસ ભાજપ કોંગ્રેસ કે પછી અપક્ષ ગમે તે આપે પરંતુ હાલ મોરબીવાસીઓમાં ક્યાંકને ક્યાંક વિશ્વાસ કોના પર કરવો એ અસમંજસ સર્જાયું છે શું તેઓએ ચૂંટેલો પ્રજાનો પ્રતિનિધિ તેના પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન કરશે ? એ પ્રશ્ન યુવાનો
સહિતના મતદાતાઓ માં ખાસ જોવા મળી રહ્યો છે મોરબી અડીખમ મોરબી રહ્યું છે પરંતુ વરસાદ,કોરોના જેવી કુદરતી આફતો એ આ મોરબીની સ્થિતિ બતાવી દીધી છે નેતાઓ પોતાના પોસ્ટર લગાવવામાંથી નવરા નથી થતાં તો પ્રજા પોતાના પ્રશ્નોના જાહેરમાં અને સોશ્યલ મીડિયામાં વિરોધ કરી આ પ્રશ્નો ઉકેલવા માંગ કરી રહ્યા છે મોરબી વાસીઓને આ વખતે સાચા કર્તવ્ય નિષ્ઠ નેતા ની જરૂર છે જે મોરબીના લોકોનો વિશ્વાસ જાળવી રાખે ત્યારે એ ચેહરો કોણ છે એ કહેવું હાલ અત્યંત મુશ્કેલ છે પરંતુ મોરબીમાં થનારી ચૂંટણી આ વખતે કાંટે કી ટક્કર દેનારી રહેશે જેમાં મોરબી વાસીઓ કોઈ પક્ષ કે વ્યક્તિને નહિ વિશ્વાસુ અને પીઢ વ્યક્તિને જ મત આપશે અને પોતાનો પ્રતિનિધિ ચૂંટશે હાલ મોરબી વાસીઓ ક્યાંકને ક્યાંક કોણ શુ કરી રહ્યું છે તેનો જ સર્વે કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે મોરબીમાં દરેક ચૂંટણીમાં જ્ઞાતિ પરિબળ અતિ મહત્વનું રહ્યું છે ત્યારે આ વર્ષે પણ સર્વ જ્ઞાતિ સમભાવ જરૂરી જ છે અને તેના આધારે અને વિશ્વાસના માપદંડના આધારે જ પ્રજા મતદાન કરી પોતાનો પ્રતિનિધિ ચૂંટી તેને આગળ મોકલશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી આ વર્ષે લાઠી ઉસકી ભેંસ મોરબીની ચૂંટણીમાં નહિ ચાલવા દેવા મોરબી વાસીઓએ મન બનાવી લીધું છે ત્યારે બીજી બાજુ ભાજપ કોંગ્રેસ અપક્ષ માંથી કોણ બાજી મારશે એ પણ આગામી સમયમાં દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે પરન્તુ એક વાત ચોક્કસ છે કે અપક્ષ એ લોકોનો પક્ષ ગણવામાં આવે છે ત્યારે ઘણા લોકો તેમાંથી ફોર્મ પણ ભરે છે ત્યારે આ વખતે અપક્ષ કેટલો સફળ થશે એ આગામી સમય બતાવશે મોરબીમાં આ વખતે પણ અપક્ષમાંથી ઘણા લોકો ફોર્મ ભરવાના છે જેમાં ભૂતકાળમાં ઘણા અપક્ષ સભ્યોએ અણીની ઘડીએ જ ફોર્મ પાછા ખેંચી લીધા હોવાના દાખલા છે પરંતુ શું આ વખતે કાંટે કઈ ટક્કર થશે કે પછી ઘી ના ઠામ માં ઘી પડી જશે એ સમય બતાવશે હાલ મોરબી વાસીઓ મોરબીમાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે જે તેઓના તમામ પ્રશ્નોને સર્વધર્મ સમભાવથી વાચા આપી પ્રજાનો અવાજ બની તેના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે જે ખરા અર્થમાં પ્રજાનો સેવક ગણી અને પ્રજાના હિતમાં જ નિર્ણય લે છે અને એ જ સાચો પ્રજાનો પ્રતિનિધી ગણાય છે.