Friday, April 26, 2024
HomeNewsMorbiમોરબી તાલુકાનાં નાની વાવડી ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સોને એલ.સી.બી.એ...

મોરબી તાલુકાનાં નાની વાવડી ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સોને એલ.સી.બી.એ ઝડપ્યા

મોરબી એલસીબીની ટીમે આજે મોરબીના તાલુકાના નાની વાવડી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દોરડો પાડી પાંચ શખ્સોને રૂ.36 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને એલસીબી પી.આઈ વી.બી.જાડેજાની સૂચનાને પગલે એલસીબી સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળી હતી કે ,મોરબીના તાલુકાના નાની વાવડી ગામે રહેતા બટુકભાઈ બેચરભાઈ પટેલ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે.આ પ્રકારની બાતમી મળતા એલસીબી સ્ટાફે નાની વાવડી ગામે આરોપીના મકાનમાં જુગારની રેડ કરીને મકાનમાં જુગાર રમતા બટુકભાઈ બેચરભાઈ પટેલ, દેવજીભાઈ કાનજીભાઈ પટેલ, રમેશભાઈ જીવરાજભાઈ પટેલ ,હરિભાઈ રણછોડભાઈ દલવાડી, દેવજીભાઈ વિરજીભાઈ દલવાડીને રૂ.36,300 ના મુદ્દામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!