મોરબી બી ડિવિઝન વિસ્તારમાં આજે બપોરે એકાએક એક શ્રમિક પરિવારની પાચ વર્ષની બાળકી ગુમ થઈ ચૂકી હતી. જેમાં આ બનાવની જાણ મોરબી શહેર બી ડીવીઝન પોલીસને થતા જ પીઆઇ વિરલ પટેલે ડી સ્ટાફની જુદી જુદી ટિમોને તાબડતોબ કામે લગાડી દીધી હતી અને સીસીટીવી પણ ચેક કર્યા હતા. જેમાં એક ઈસમ બાળકીને રિક્ષામાં બેસાડી જતો હોવાનું પોલીસને માલુમ પડતા રીક્ષા અને વ્યક્તિની શોધખોળ હાથ ધરી બાળકી સહી સલામત પોલીસ ને મળે સાથે જ એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ ના માર્ગદર્શન હેઠળ આવી શંકાસ્પદ કોઈ વ્યક્તિ પણ જીલ્લા બહાર ન જઈ શકે એ માટે ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું તો બીજી બાજુ પોલીસે મુખ્યમંત્રી મોરબીમાં હાજર હોય ત્યાં પણ વ્યવસ્થા સચવાય તે રીતે કામ કરવાનું હતું આવા સમયમાં બી ડિવિઝન પોલીસે ઝીણવટભરી રીતે તપાસ આદરી હતી.
જેમાં પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન આ બાળકી લાલપર નજીક એક સીરામીક યુનિટ પાસે હોવાની માહિતી પીઆઇ વિરલ પટેલને મળતા જ તુરંત પોલીસ કાફલો બાળકી પાસે દોડી ગયો હતો અને આ શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકી હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો દમ લીધો છે જો કે પોલીસને બાળકીનું અપહરણ થયું હોવાની આશંકાએ તપાસ શરૂ કરી છે ત્યારે આગામી સમયમાં પોલીસ દ્વારા આ ઈસમ બાળકીને કેમ લઈ ગયો હતો આવી ઊંડાણ પૂર્વકની તપાસ પીઆઇ વિરલ પટેલે હાથ ધરી છે તો બીજી બાજુ શ્રમિક પરિવાર ની લાડકવાયીને પોલીસે ગણતરી ની કલાકોમાં શોધી પરિવાર જનોને સોંપતા પરિવાર જનોએ પણ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે..