Wednesday, October 30, 2024
HomeGujaratશક્ત શનાળા ખાતે શક્તિ માતાજીના મંદિરે 946 દિવડાની મહાઆરતી યોજાઈ

શક્ત શનાળા ખાતે શક્તિ માતાજીના મંદિરે 946 દિવડાની મહાઆરતી યોજાઈ

મોરબીના શક્ત શનાળા ખાતે આવેલ શક્તિ માતાજીના મંદિરે માતાજીના 946માં જન્મોત્સવ નિમિતે 946 દિવડાની આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે અલોકિક દર્શનનો મોટી સંખ્યામાં માઈ ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. શક્તિ માતાજીના મંદિરે દેવ ઉઠી એકાદશી અને શક્તિ દેવીના જન્મોત્સવના પાવન પ્રસંગની આયોજકો દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે 946 દિવળાઓની મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. નવા વર્ષમાં તમામ લોકો હળીમળીને રહે તથા આવનારું વર્ષ સુખ, સંપત્તિ અને શાંતિમય નીવડે તેવા માતાજીના રૂડા આશીર્વાદ માટે યોજાયેલા આ ભવ્ય અવસરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ આયોજનો સફળ બનાવવા શકત શનાળા તલવાર બાજીની ટીમના તમામ સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ ખંભે ખંભો મિલાવી ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!