વાંકાનેરમાં નેશનલ હાઈવે પર ડિવાઇડર વચ્ચે બાઈક ચલાવતા શખ્સે બાઈક પરથી કાબૂ ગુમાવતા બાઈક પરથી પડી જતા એક શખ્સનું માથાના ભાગે ઈજા થતા મોત નીપજ્યાનુ પોલીસ મથકમાં જાહેર થયુ હતુ.
વાંકાનેરની ચંદ્રપૂર ભાટિયા સોસાયટીમાં રહેતા હસનભાઈ રસુલભાઈ ખલીફા ચંદ્રપુરની સીમથી બાઈક નં. GJ 36 N 5508 લઈને જતા હતા. બાઈક નેશનલ હાઈવેના ડીવાઈડર પર બેદરકારીથી ચલાવતા હોય બાઈક પરનો કાબૂ ગુમાવી દેતા બાઈક ડીવાઈડર પરથી રોડ પર પડી જતા ભાથાનાં ભાગે ગંભીર ઈજા થતા હેમરેજ થતા મોત નીપજયાનુ પોલીસ મથકમાં જાહેર થયુ હતુ.