હાલ હવામાન વિભાગની આગાહી બાદ મોરબીમાં વાદળ છાયા વાતાવરણ ઉભું થયું છે. મોરબી મયુર પુલ અને મચ્છુ નદી તેમજ ઝૂલતા પુલ પર ઝાકળ જોવા મળી હતી જેમાં દિવસે ઠંડા પવન સાથે વરસાદના પણ અમી છાંટા થી લોકો પરેશાન થયા હતા અને લોકોને ગરમ કપડાં પહેરવા કે રેઇન કોટ તેના પર અસમંજસ થવા પામ્યું હતું આવા સમયે રોગચાળો ફેલાવવાની શકયતાઓ સેવાઇ રહી છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
મોરબીમાં હાલ વાદળ છાયા વાતાવરણ વચ્ચે હવામાન માં ધરખમ ફેરફાર જોવા મળ્યા હતા ત્યારે હોસ્પિટલમાં પણ તાવ શરદી ઉધરસ અને ખાસ કરી ડેંગ્યુ ના કેસોમાં નોંધ પાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.જીલ્લા આરોગ્ય અધિકારી એ જણાવ્યું હતું કે હાલ મોરબીમાં કમોસમી વરસાદ અને વાતવાતાવરણ માં ઠંડી સાથે વરસાદ પણ આવી રહ્યો છે જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે મોરબીના લોકોએ આવી ગંદકી વાળી જગ્યાએ જવાનું અને લારી ગલ્લાઓ પર ખાવા પીવાનું ટાળવું જોઈએ અને ઉકાળેલું પાણી પીવું જોઈએ સાથે જ કોરોનાના કેસમાં પણ દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી વાસીઓએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ની પણ કાળજી રાખવી પડશે ત્યારે જે લોકોએ બે બે વેકસીનેશન ના ડોઝ લીધા છે ત્યારે પણ લોકો કોરોનાથી સાવચેતી રાખવી અનિવાર્ય છે .