મોરબી જિલ્લામા અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે જેમાં તરૂણે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી મોતની સોળ તાણી છે જ્યારે અમદાવાદના યુવાનનું મોરબીના મેટ્રો રિસોર્ટ પાર્ટી પ્લોટ નજીક કોઈપણ કારણસર મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના કેસની વિગત મુજબ મોરબી તાલુકાના જોધપર નદી મેટ્રો રીસોટ પાર્ટી પ્લોટ નજીક અમરશીભાઇ ખેમચંદ પટેલ (ઉ.વ.૪૬) રહે.અમદાવાદવાળો પ્રિયમભાઇ કાપડીયાને પોતાની ટેક્ષીમા લાવ્યો હતો. આ દરમિયાન અમરશીભાઇ ટેક્ષીમા બેઠેલ હોય અને અન્ય ડ્રાઇવરે તેઓને જગાડતા તે જગ્યા ન જતા આથી ડ્રાંઇવરને શંકા જતા તેમને તપાસ કરી હતી જેમાં અમરશીભાઈનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા મિતેશભાઇ કીડીયાભાઇ રાઠવા નામના તેર વર્ષીય યુવાન રમેશા નાગરની વાડીએ હતા. આ દરમિયાન તેને કોઈ અકળ કારણોસર કંટાળી જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જે અંગે જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ચરડવા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યારબાદ મોરબી અને વધુ સારવાર અર્થે
રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તરૂણનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું. જેને પગલે પોલીસે પણ મોત નું કારણ જાણવા તપાસ આદરી છે.