મોરબીના શનાળા રોડ પર છેલા પંદર દિવસથી ગટર ઉભરાઈ રહી છે જેના નર્કના પાણીમાંથી પસાર થતી વેળાએ માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હોવા છતાં કામઢા તંત્રને આ ગટરની સમસ્યા ઉકેલવાની ફુરસદ નથી આથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઈ છે.
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રજુઆતમાં જણાવ્યું કે મોરબીના શનાળા રોડ પર આવેલ શુભ હોટેલ પાછળના કૈલાસ એપાર્ટમેન્ટ અને રુદ્ર એપાર્ટમેન્ટ ની વચ્ચે છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાય છે. રાહદારીઓને ન છૂટકે ગટરના ગંધાતા પાણીમાં મજબૂરીથી ચાલવું પડે છે . આ અંગે તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી.જો આગામી સમયમાં આ સમસ્યાનો નિકાલ કરવામાં નહિ આવે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
મહત્વનું છે કે મોરબી શહેરને તાજેતરમાં સ્વચ્છતા બાબતે રાજ્યકક્ષાએ ચોથો ક્રમ આપવામાં આવ્યો છો. જો ગોબરા મોરબી શહેરનો ચોથો ક્રમ આપવામાં આવતો હોય તો અન્ય શહેરોની હાલત શુ છે અને રાજ્યના સ્વચ્છતા બાબતના ધારા ધોરણ ઉપર પણ સવાલો ઉભા થયા