મોરબી એલસીબી પોલીસે માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામમાંથી 36 બોટલ ઈંગ્લીશ દારૂ, 166 નંગ બિયર, મોબાઈલ સહિત રૂપિયા 1.16 લાખના મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપી સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા અજયસિંહ ભાવુભા જાડેજા અને જલ્પેશ ઉર્ફે જપો વિનુભાઇ કંસારાએ મોટા દહીસરા ગામે જાગનાથ મંદીર પાસે આવેલ જલ્પેશ ઉર્ફે જપો, જયદિપ ઉર્ફે દીપક કરશનભાઇ કોઠીવારના વાડાના મકાનમાં બુલેટ ઉપર ગેરકાયદેશર દારૂનો જથ્થો લઈ જઈ દારૂ સંતાડી તેનું વેચાણ કરે છે આ અંગે મોરબી એલસીબીને બાતમી મળતા પોલીસ બાતમી સ્થળે ત્રાટકી હતી. આ રેઇડ દરમિયાન રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ -૩૬ કી.રૂ. ૧૮,૭૨૦ તથા હેવર્ડ ૫૦૦૦ સ્ટ્રોંગ બીયરના ૧૬૬ ટીન (કી.રૂ. ૧૬,૬૦૦) તેમજ દેશી દારૂ લી -૪૫ (કી.રૂ .૯૦૦),.બુલેટ નંબર જી.જે.૩૬.કયુ .૦૦૪૯ (કી.રૂ .૭૫,૦૦૦) ૫. વીવો કંપનીનો મોબાઇલ ફોન નંગ -૧ (કી.રૂ .૫,૦૦૦) મળી કુલ કી.રૂ .૧,૧૬,૨૨૦ નો મુદામાલ ઝડપાયો હતો. જેથી પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી ફરાર આરોપી અજયસિંહ જાડેજા, જલ્પેશ ઉર્ફે જપો કંસારા, અને જયદિપ ઉર્ફે દીપક કોઠીવારને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કામગીરીમાં એસપી સુબોધ ઓડેદરાની સૂચના અને માર્ગદર્શનથી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, વિક્રમસિંહ બોરાણા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ ચાવડા, કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ ફુગસીયા, સતીષભાઇ કાંજીયા સહિતના જોડાયા હતા.