મોરબી પંથકમાં ડોલર અને સેનાના બિસ્કિટ અડધી કિમંત આપવાની લાલચ આપી ભેજાબાજ ટુકળીએ છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નકલી પોલીસ બની આરોપીઓએ 4.50 લાખ પડાવી લીધાની માળીયાના કુંભારીયા ખાતે રહેતા બીપીનભાઇ અરજણભાઇ પરમાર (ઉ.વ.29)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મોરબી જિલ્લામાં ઠગ ટોળકી સક્રિય થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગત તા.17 ના રોજ માળીયાના હરિપર ગામની ગોલાઈ પાસે કુંભરીયા ગામના બિપિન અરજણભાઈ પરમારને અમેરિકન ડોલર અડધી કિંમતે આપવાના બહાને આરોપી ગેંગે બોલાવ્યા હતા. આ દરમીયાન બિપિન પરમાર સામે હાસમ મોવર, મુકેશ ઉર્ફે લાલો અને ઈમ્તિયાઝએ અમેરિકન ડોલરનું બંડલ બતાવતા તરત જ આરોપી હાસમના સાગરીતો પોલીસ બનીને આવી પહોંચ્યા હતા. અને કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા 4,50,000 પડાવી લઈ છેતરપિંડી આચરી હતી.
આ મામલે એલસીબી ટીમને જાણ થતાં પોલીસે કાર્યવાહી કરી આરોપી હાસમ કરીમ મોવર, મુકેશ ઉર્ફે લાલો ખેંગારભાઈ રાણવા અને ઈમ્તિયાઝ યુનુસ અજમેર નામની ઠગ ત્રિપુટીને
20,03,000 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા. આ ઉપરાંત અનવર બચુભાઇ જામ, સાજીદ મોવર, સલીમભાઈ, શબ્બીર જામનમામદ અને મહેબૂબભાઈના નામ ખુલતા તેને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી