મોરબીમા ઈમરજન્સી એટલે યુવા આર્મી થી જાણીતુ યુવા આર્મી ગ્રુપ તેમના સેવાકાર્ય થી હંમેશા ચર્ચામાં રહેતુ હોય છે. કારણ કે યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના ધ્યેય સાથે મોરબી ના લોકો ની ઈમરજન્સી બ્લડ ની જરૂરીયાત પુરી કરવા રાત હોય કે દિવસ 24X7 તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યું છે.
જેમકે આપણે જાણીએ છીએ કે કોરોના પર રોક લગાવવા માટે થયને અત્યારે સરકાર દ્વારા વેક્સિનેશન પર ખૂબ જોર દેવામાં આવી રહ્યું છે પરંતુ વેક્સિન લિધા બાદ લોકો 15 દિવસ સુધી રક્તદાન કરી શકતા ના હોવાને કારણે બ્લડ બેંકમા ક્યારેક બ્લડ ની ખુબ જ સોર્ટેજ ઉભી થઈ જાય છે ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બ્લડની જરૂરીયાત વાળા દર્દીઓના પરીવાર માટે જે તે બ્લડ ગ્રુપનું બ્લડ શોધવુ ખુબ જ મુશ્કેલ થઈ જતુ હોય છે ત્યારે યુવા આર્મી ગ્રુપ હંમેશા આવા કપરા સમયમાં તેમના સાથે ખડેપગે રહે છે. ગઈકાલે મોરબીની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં અકસ્માત તથા પ્રસૂતિના દર્દીઓ માટે A+ તથા B+ બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઈ હતી જેની જાણકારી હોસ્પિટલ પ્રશાસન વતી ડોક્ટર કપિલભાઈ બાવરવા દ્વારા યુવા આર્મી ગ્રુપ ને કરવામાં આવી હતી
જે માટે થયને યુવા આર્મી ગ્રુપના A+ તથા B+ બ્લડ ગ્રુપ સભ્યો દ્વારા તાત્કાલિક ઘોરણે 15 બોટલ બ્લડ ની વ્યવસ્થા કરી આપવામા આવી હતી. જે માટે થયને હોસ્પિટલ પ્રશાસન તથા દર્દીના પરીવાર જનોએ યુવા આર્મી ગ્રુપ મોરબી ને આશિર્વાદ તથા આભાર વ્યક્ત કર્યો હતો. બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે યુવા આર્મી ગ્રુપમાં જરૂરીયાત સમયે રક્તદાન કરીને જોડવા માટે ગ્રુપના હેલ્પલાઇન નં.93493 93693 પર સંપર્ક કરી શકો છો તેવુ ગ્રુપના મેન્ટોર પિયુષભાઈ બોપલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.