Wednesday, October 30, 2024
HomeGujaratપ્રેમજીનગરમાં થયેલ હત્યા પ્રકરણનો આરોપી કોરોનાગ્રસ્ત નીકળ્યો : પોલીસ તંત્રમાં ચિંતા

પ્રેમજીનગરમાં થયેલ હત્યા પ્રકરણનો આરોપી કોરોનાગ્રસ્ત નીકળ્યો : પોલીસ તંત્રમાં ચિંતા

મોરબી જિલ્લામાં ટાઢો પડેલો કોરોના ફરી માથું ઉચકતો હોઈ તેવા અણસાર વર્તાઈ રહ્યા છે ત્યારે આજે મોરબીના પ્રેમજીનગરમાં થયેલ હત્યા પ્રકરણમાં પોલીસ ઝપટે ચડેલ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યાં બાદ આરોપીને કોરોના વળગ્યો હોવાનું બહાર આવતા પોલીસ સ્ટાફ સહિત શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સલામતીના ભાગ રૂપે આરોપીને સિવિલ કેમ્પસના સ્ટાફ કવાટર્સમાં કોરેન્ટાઇન કરાયો હોવાનું જાહેર થયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં ગુલાબભાઈ વેલજીભાઈ શેખવા નામના યુવાનની હત્યાના નિપજાવવમાં આવી હતી આ હત્યા પ્રકરણમાં સંડોવાયેલ આરોપી ચુનીલાલ વધોરા, કાંતાબેન ચુનીલાલ વધોરા, સુરેશ ચુનીલાલ વધોરા, રાકેશ ચુનીલાલ વધોરા, મોહન રવજી વધોરા, હસુ મોહન વધોરા સામે મોરબી તાલુકા મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે એક આરોપીને ઝડપી લઈ કોરોના રિપોર્ટ કરાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી જે દરમિયાન આરોપીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ચિંતા પ્રસરી હતી. બીજી તરફ કોરોનાગ્રસ્ત આરોપીને મોરબી સિવિલ હોસ્પિટલ કેમ્પસના ખાલી પડેલા સ્ટાફ ક્વાર્ટસમાં ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરોન્ટાઇન કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની ફરી એન્ટ્રીથી મોરબી જિલ્લાવાસીઓ પણ ચિંતામાં મુકાયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!