ગઈકાલે ટંકારા પંથકમાંથી ખેત મંજૂરીની આડમાં બાઈક ચોરતી ગેંગને પોલીસે દબોચી લીધા બાદ આ ટોળકી વિરુદ્ધ ત્રણ બાઈક ચોર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
ટંકારા પંથકમાં ખેત મજૂરીની આડમાં બાઈક ચોરીને અંજામ આપતિ ટોળકીને પોલીસે પાંચ ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા બાદ આ ગેંગે ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામેથી ત્રણ બાઈકની ચોંરી કર્યાનું ખુલ્યું છે. મેઘપર ઝાલા ગામે રહેતા કુલદિપસિહ મોહનસિહ ઝાલાનુ હિરો કંપનીનુ સ્પ્લેંડર પ્રો બાઈક રજી નં G-J-03- EN-7340 વાળુ જેની કિ. ૧૫૦૦૦ની ચોરી થયાની ફરિયાદ તથા રાજેસિહ ધુડાભાઈ સીંગાડાના મો.સા રજી નંબર G-J-03-BN-5327 કિંમત ૧૫૦૦૦ તેમજ સુક્રમાભાઈ રૂમાલભાઈનુ બાઈક હોંડા કંપનીનુ સ્ટનર જેના રજી-નંબર G-J-03-DK-8921વાળુ જેની કિ રૂ.૨૫૦૦૦ની આરોપીગેંગના સભ્ય રૂમાલ ભુરસિહ પરમાર, રહે. ખેંગરકા તા. પડધરી મૂળ એમપી, કલ્પેશભાઈ નંગરસિહ વાસ્કેલા જાતે રહે.કોયલી, મૂળ એમપી, રાજુભાઈ નંગરસિહ વાસ્કેલા રહે.એમ.પી, સોનુ શ્યામલા મૈડા જાતે રહે. ભોળાગામ તા ધોરાજી જી.રાજકોટ,એમ.પી, થાનેશ મૈથુભાઈ મૈડા મેઘપર (ઝા) તા.ટંકારા મૂળ એમ.પી.વાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. તમામ આરોપીઓના મેડિકલ ચેક અપ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.