Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીમાં “મકરસંક્રાતિ” વિષય પર ચિત્રસ્પર્ધા યોજાશે

મોરબીમાં “મકરસંક્રાતિ” વિષય પર ચિત્રસ્પર્ધા યોજાશે

તૈયાર કરેલ કૃતિ તા.૨૪ ડિસેમ્બર સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે જમા કરાવવાની રહેશે 

- Advertisement -
- Advertisement -

ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટૂ સ્પોટર્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની  ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત રીતે “મકરસંક્રાતિ” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે.

જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૦૩ ડિસેમ્બર ૨૦૨૧ થી ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ અને રાજય કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૦૩ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ યોજવામા આવશે. જેમાં ૮ થી ૧૩ વર્ષના(જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર “મકરસંક્રાતિ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી કૃતિની પાછળ નામ, સરનામું, જન્મતારીખ, સ્કુલનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી લખી આધારકાર્ડની નકલ સાથે તા.૨૪/૧૨/૨૦૨૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમનં.-૨૩૬/૨૫૭, બીજો માળ તાલુકા સેવાસદન, લાલબાગ, મોરબીને મોકલવાની રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!