Wednesday, November 27, 2024
HomeGujaratમોરબી પંથકની ૬ જેટલી ગ્રામ પંચાયતો મંજુર

મોરબી પંથકની ૬ જેટલી ગ્રામ પંચાયતો મંજુર

મોરબી પંથકની ૬ જેટલી ગ્રામ પંચાયતો મંજુર રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા મંજુર કરવામાં આવી છે. જેમા મોરબી પંથકની (૧) ખિરઇ ગામમાંથી પંચવટી નવી ગ્રામ પંચાયત (૨) બોડકીમાંથી ટાટાનગર નવી ગ્રામ પંચાયત (૩) જીજુંડામાંથી સોલંકીનગર નવી ગ્રામ પંચાયત (૪) ચાચાવદરડામાંથી નીરૂબેન પટેલનગર નવી ગ્રામ પંચાયત (૫) મહેન્દ્રનગરમાંથી ઇન્દીરાનગર નવી ગ્રામ પંચાયત અને (૬) જબલપુરમાંથી આર્યનગર નવી ગ્રામ પંચાયત વિગેરે ગ્રામ પંચાયતો નવી અસ્તિત્વમાં આવેલ છે. રાજયના પંચાયત (સ્વતંત્ર હવાલો) મંત્રી બ્રિજેશ મેરજાએ આ અંગે પંચાયતીરાજના વિકેન્દ્રીકરણની વિભાવનાને ધ્યાને લઇને, આ જુથ્થ ગ્રામ પંચાયતોમાંથી અલગ ગ્રામ પંચાયત કરીને લોકોને પંચાયત દ્વારા વધુમાં વધુ વિકાસનો લાભ મળે તે મધ્યનજરે રાખીને આ નવી ગ્રામ પંચાયતનો નિર્ણય કર્યો છે.

- Advertisement -
- Advertisement -

પંચાયતીરાજના ઇતિહાસમાં મોરબી પંથકમાં એકી સાથે ૬ જેટલી ગ્રામ પંચાયતોનું અલગ અસ્તિત્વ આપવામાં શ્રમ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ મંત્રી બ્રિજેશ મેરજાની વહીવટી કુનેહ અને ત્વરીત નિર્ણય કરવાની કાર્યકૂશળતાને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઇ કૈલા તેમજ મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન કાનજીભાઇ ચાવડા, માળીયા(મી) તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ તથા ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા વિગેરેએ આવકારીને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાનો આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!