વાંકાનેર ગાયત્રી શક્તિ પીઠ ખાતે દિવ્યાંગોના મેગા મેડિકલ સર્ટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 163 દિવ્યાંગોના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતાં.
નવજીવન વિકલાંગ સેવાશ્રય, સમાજ કલ્યાણ સુરક્ષા કચેરી મોરબીના સહયોગથી 100 દિવસ સંકલ્પ અંતર્ગત દિવ્યાંગ યુડીઆઇડી કાર્ડ તથા રીન્યુઅલ સર્ટી કેમ્પમાં મોરબી સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત હળવદમાં પણ આ કેમ્પ યોજયો હતો જેમાં 179 લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નવજીવન સેવાશ્રય દ્વારા મોરબી જિલ્લામાં સાધન સહાય કેમ્પ, સમહુલગ્ન સહિત અનેક સેવાકીય પ્રવુતિ કરવામાં આવી રહી છે. આ કેમ્પમાં વાંકાનેર સ્ટેટ રાજવી કેશરીસિંહબાપુ, ડેપ્યુટી કલેક્ટર સદીબક્ષી, સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન, ગાયત્રી શક્તિ પીઠના અશ્વિનબાપુ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પને સફળ બનાવવા કર્મચારીઓ અને શિક્ષા કચેરી મોરબીનો સહયોગ સાંપડ્યો હતો.