મોરબી નગરપાલિકા પ્રમુખના પતિની દાદાગીરીનો મામલો ગરમાયા બાદ આજે મોરબી પાલિકા પ્રમુખે જન્મમરણ વિભાગના કર્મચારી ફરજમાં બેદરકારી દાખવી રહ્યા હોવાની રાવ સાથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી પગલાં લેવાની માંગ ઉઠાવી છે.
મોરબી નગરપાલિકાના પ્રમુખના પતિ કરમશીભાઈ પરમારે પાલિકાના કર્મચારી મહેશ મહેતા સાથે દાદાગીરી કરતા વિવાદ જાગ્યો હતો. ત્યારબાદ પ્રમુખના પતિના ત્રાસથી કંટાળી જઇ પાલિકાના કર્મચારી મહેશ મહેતા 10 દિવસની રજા પર ઉતરી ગયા છે. આ મામલે આજે મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે જેમાં તેઓએ જણાવ્યું કે પાલિકાના જન્મમરણ વિભાગના કર્મચારી મહેશભાઈ મહેતા કામમાં ધાંધિયા કરી પ્રજાને ધક્કા ખવડાવતા હોય જેને કામગીરીમાં ધ્યાન આપવા અને વર્તન સુધારવા અંગે અનેક વખત કહેવા છતાં તે ગણકારતા નથી જેથી જન્મમરણ વિભાગના કર્મચારી મહેશભાઈ મહેતાને કારણદર્શંક નોટીસ આપી તાત્કાલિક ધટતું કરવા માંગ ઉઠાવી છે. આ ઉપરાંત જરૂર પડ્યે શિક્ષાત્મક પગલા લેવા પણ રજૂઆતના અંતમાં જણાવવામાં આવ્યું છે.