Monday, November 18, 2024
HomeGujaratગાંધીનગરની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં સંડોવાયેલ હવસખોરને આજીવન કેદની સજા...

ગાંધીનગરની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં સંડોવાયેલ હવસખોરને આજીવન કેદની સજા ફટકરાઈ

ગાંધીનગરની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના મામલે ગાંધીનગર ફાસ્ટ ટ્રેક કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી વિજય ઠાકોરને દોષિત ઠેરાવી આજીવન કેદની સજા ફટકારી છે. માત્ર ચાર્જશીટ થયાના સોળ દીવસમાં સજાનો હુકમ કરાયો હોવાથી સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

ગાંધીનગરની બાળકી પર ગત 5 નવેમ્બરે દુષ્કર્મ બાદ તેની હત્યાની ઘટના પ્રકસમાં આવી હતી આ પ્રકરણમાંઆરોપી વિજય ઠાકોરની 7 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ 15મી નવેમ્બરે ચાર્જશીટ ફાઇલ થઈ હતી.માત્ર 8 દિવસમાં 500 પાનાની ચાર્જ શીટ થઈ હતી. ચાર્જશીટ થયાના સોળ દીવસ આજે 1 કોર્ટ દ્વારા ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરાવી આજીવન કેદની સજા ફટકારી છે.એડિશનલ ડિસ્ટ્રીક જજ એસ. એન. સોલંકીએ આરોપીને સજા સંભળાવી હતી. આરોપીના વકીલ તરફે કોર્ટ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે, બનાવની તારીખ અને બનાવની ઘટનાનો સમય પોલીસ દ્વારા બતાવાયો છે, તેમાં ઘણો ભેદ છે. બચાવ પક્ષના વકીલ હાલ દલીલ કરી હતી. આરોપીની માનસિકતા હેવાનીયત ભરી, તેમ સરકારી વકીલે કહ્યું હતું.  આરોપી સામે દાખલારૂપ કડક સજા થવી જોઈએ. ફાંસીની સજા મળે તેવી સરકારી વકીલે દલીલ કરી હતી. આરોપીને છોડી દેવામાં આવે તો સમાજમા ખોટા મેસેજ જશે. આજીવન નહિ પણ ફાંસીની સજા થવી જોઈએ. જજે બંને પક્ષની દલીલો સાંભળી હતી. ત્યારબાદ 60 થી વધુ સાક્ષીઓ અને પુરવાઓને ધ્યાનમાં રાખી આરોપી વિજય ઠાકોરને કડક સજા ફટકારી છે. જેમાં કલમ 302 હેઠળ આજીવન કેદ, કલમ 376 ab માં આજીવન કેદ, 366 હેતગક 10 વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ, 499 હેઠળ 10 વર્ષ કેદ 3 હજારનો દંડ,363 હેઠળ 7 વર્ષની સજા અને 201 માં પુરવાઓનો નાશ 2 વર્ષ ની સજા 2 હજારનો દંડ
સહિત તમામ કલમો હેઠળ સજા ફટકારાઈ છે. ફોરેન્સિક પુરવાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા અને આગામી સમયમાં ફાંસી થાય તેવી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આરોપી લૂંટ સહિતના અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવણી ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!