ગુજરાતનો વિકાસ સોળે કળા એ ખીલ્યો છે છતાં પણ રાજ્યમાંથી અંધશ્રદ્ધાનો સુરજ આથમમાંનું નામ જ લેતો નથી ભુવા ભરાડીઓ રૂપિયા કમાવાની લાલચમાં કુટુંબ, પરિવારો અને ભાઈ-ભાઈ વચ્ચે વેર ઉભા કરે છે. જેના અનેક કિસ્સો ભૂતકાળમાં હજરાહજુર છે તેવો જ એક કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે.જેમાં મોરબીના સગીરને તાત્રિકે ભરમાવી દેતા તરુંણે એક મહિનાથી આંખો બંધ રાખી હતી.
મોરબીના યમુનાનગરમાં રહેતા સીન્ધી (ભાનુશાળી) પરિવારના સગીરવયના પુત્રની આંખો એક મહિનાથી બંધ હતી, જેથી આ પરિવાર ભુવા-તાંત્રિક પાસે ગયા હતો ત્યારે આ તરૂણ પર તમારા જ પરિવારે મેલી વિદ્યા કરી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ આ પરિવાર કબરાઉ મોગલ ધામ ખાતે દર્શન માટે ગયો હતો ત્યારે પણ સગીર આંખો ન ઉધાડતા સામત બાપુએ મોગલ ઉપર વિશ્વાસ રાખવાની વાત કરતા સગીરે આંખો ઉઘાડી હતી. આથી સામત બાપુએ પરિવારોમાં વેર ઉભા કરતા આવા ઢોંગીઓ સામે રોષ વ્યકત કરી સમાજને જાગૃત થવા અપીલ કરી હતી. તથા સમાજને અંદરથી ખોખલો કરી દેતા તાંત્રિકોને ખુલ્લા પાડવા આગળ આવવા જણાવ્યું હતું.