મોરબી તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ માટે એક જ સેન્ટર હોવાથી અરજદારોને પગે પાણી ઉતરી રહ્યા છે આથી સેવા સદનમાં બીજુ આધાર કાર્ડ સેન્ટર ખોલવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરાઈ છે.
મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલે રજુઆતમાં જણાવ્યું કે મોરબી તાલુકા સેવા સદન લાલબાગમાં હાલ એક આધાર કાર્ડ સેન્ટરમાં આધાર કાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે જેમાં રોજે રોજ અરજદારોની લાંબી કતારો લાગે છે. અમુક કિસ્સાઓમાં તો સવારથી સાંજ સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પણ આધાર કાર્ડ ન નીકળે તેવી સ્થિતિ ઉભી થઈ છે આથી અરજદારોમાં રોષની લાગણી ફેલાઇ છે. લોકોની મુશ્કેલીને ધ્યાને લઇ તેના સમયનો વ્યય ન થઈ તે માટે સેવા સદનમાં અધાર કાર્ડ માટે બીજું સેન્ટર ચાલુ કરવામાં આવે તેમ રજૂઆતના અંતમાં મહાદેવભાઈ ગોહિલે જણાવ્યું છે.