Monday, November 18, 2024
HomeGujaratરેઢિયાળ ઢોર પ્રજા ને લમણે લખાયેલી સમસ્યા: મોરબીના શનાળા રોડ પર શાળા...

રેઢિયાળ ઢોર પ્રજા ને લમણે લખાયેલી સમસ્યા: મોરબીના શનાળા રોડ પર શાળા નજીક આખલા યુદ્ધથી વિધાર્થીઓમાં ભાગદોડ મચી

રેઢિયાળ ઢોરની સમસ્યાએ મોરબીવાસીઓની લમણે લખાયેલી સમસ્યા હોય તેમ અનેક વખત રજુઆત કરવા છતાં આ પ્રશ્નનો નિવેડો આજ સુધી આવ્યો નથી. તેવા આજે મોરબીમાં શનાળા રોડ પર આવેલ જ્ઞાનપથ વિદ્યાલય પાસે આખલા યુદ્ધ થતા શાળાના વિધાર્થીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. બાળકોએ ડરના માર્યા જીવ બચાવવા આંધળી દોટ મૂકી હતી.

- Advertisement -
- Advertisement -

વિકાસની હરણફાળ ભરતા મોરબી શહેરનો એક પણ માર્ગ એવો નહિ હોય જ્યાં રખડતા ઢોરનો અડિંગો નહી હોઈ!
મોરબી નગરપાલિકા દ્વારા ઢોર પકડવા કોન્ટ્રાકટ આપી લાખો રૂપિયાનું આંધણ કરી પૈસા પણ ચૂકવવામાં આવે છે પરંતુ આ સમસ્યાનો જે પણ નિવારણ થયું નથી. મોરબીમાં ઢોરની ઢીંકે ચડયાના કિસ્સા અને આખલા યુદ્ધ જાણે સામાન્ય વાત હોય તેમ રોજે રોજ બનાવો સામે આવે છે. રોડ પર વાહન ચાલકોને ઢોર ના કારણે અકસ્માત થવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે.ઢોર પકડ પાર્ટી દ્વારા ઢોરને પકડી રાખવા માટે નગરપાલિકાની જગ્યા પણ ફાળવવામાં આવી છે છતાં પણ આટલા ઢોર શહેર માં અડેધડ આટાફેરા કરી રહ્યા છે. જેથી ઢોર પકડ પાર્ટીની કામગીરી તરફ પણ શંકાની સોઈ તણાઈ રહી છે. તંત્રના અધિકારીઓ નૈતિકતા દાખવી ઢોર પકડવાની કામગીરીનું યોગ્ય નિરીક્ષણ કરી જવાબદારો સામે પગલાં ભારે તેવી લેકોમાં માંગ ઉઠી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!