Saturday, November 23, 2024
HomeGujaratMorbiમોરબીમાં એકેડીમિક એશો. દ્વારા આર્થિક પેકેજમા કલાસીસ સંચાલકોને સમાવવાની માંગ સાથે કલેક્ટરને...

મોરબીમાં એકેડીમિક એશો. દ્વારા આર્થિક પેકેજમા કલાસીસ સંચાલકોને સમાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ

મોરબી એકેડેમિક એસોસીએશન દ્વારા તમામ કલાસીસના સંચાલકોને સાથે રાખી કલાસીસ શરૂ કરવા અને આર્થિક પેકેજમાં સમાવવા માટે આવેદનપત્ર અપાયું છે જેમાં લોકડાઉન થી બંધ રહેલા ખાનગી કલાસીસ ના સંચાલકો અત્યારે અનેક પ્રકારની આર્થિક તકલીફમાં છે જેમાં છેલ્લા છ માસથી તમામ આવક બંધ થઈ જત અનેક પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેમાં કલાસીસ સંચાલકોએ સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન સાથે સુઆયોજીત રીતે ક્લાસીસ શરૂ કરવા દેવામાં આવે એ જરૂરી છે જો કલાસીસ શરૂ કરવા દેવામાં આવે તો સંચાલકોને આર્થિક ભીંસથી છૂટકારો મળે હાલ સંચાલકોએ લોન લીધી હોય છે તેના હપ્તા ,ભાડા સહિતના અનેક રીતે આર્થિક મુસીબતો ઘેરી રહી છે ત્યારે ઘણા કલાસીસ સંચાલકોએ પોતે અન્ય વ્યવસાય પણ શરૂ કરી દીધો છે ત્યારે સમાજને જો સારા શિક્ષકો પણ મળવા મુશ્કેલ છે ત્યારે સંચાલકો માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે મોરબી એકેડેમિક એસોસીએશનના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મહામંત્રી જશવંતભાઈ મીરાણી, ઉપપ્રમુખ પ્રમોદસિંહ રાણા, પરિમલભાઈ ઠક્કર, અનિલભાઈ પરમાર, અલ્પેશભાઈ ગાંધી, ગુંજનભાઈ જોબનપુત્રા, જસવંતસિંહ ઝાલા, કલ્પેશભાઈ પુજારા સહિતના આગેવાનો સહિતના અનેક સંચાલકોએ ઉપસ્થિત રહી જીલ્લા કલેકટર ને રજુઆત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!