Saturday, April 20, 2024
HomeNewsMorbiમોરબીના સરતાનપર રોડ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માતથી ટ્રાફિકજામ

મોરબીના સરતાનપર રોડ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માતથી ટ્રાફિકજામ

મોરબીના સીરામીક ઝોન ગણાતા સરતાન પર રોડ ઉપર આજે બે ટ્રક અથડાયા બાદ રોડની વચ્ચોવચ ફસાય જતા ભારે ટ્રાફિકજામ થયો હતો. આ અકસ્માતમાં બન્ને ટ્રક રોડની વચ્ચે હોવાથી ટ્રાફિકને અવરોધ થતા 2 કલાકથી પણ વધુ સમયથી ટ્રાફિકજામ રહેતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીના સીરામીક ઝોન ગણાતા સરતાનપર રોડ ઉપર આજે બપોરના સમયે બે ટ્રક સામસામે અથડાયા હતા. બન્ને ટ્રક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા આ બન્ને વાહનોના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો.આ અકસ્માતમાં બન્ને ટ્રક એકબીજા સાથે રોડની વચ્ચોવચ્ચ ફસાય જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બે કલાકથી ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહન ચાલકો ફસાય ગયા હતા.જોકે આ સીરામીક ઝોનમાં વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે ત્યારે આજે અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાતા સંખ્યાબંધ વાહનો અટવાઇ જવાથી મુશ્કેલીમાં મુકાય ગયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!