Saturday, December 28, 2024
HomeGujaratહળવદમાં માતા-પુત્રએ દેહદાનનો સંકલ્પ કરી સમાજને નવો રાહ ચીંધ્યો

હળવદમાં માતા-પુત્રએ દેહદાનનો સંકલ્પ કરી સમાજને નવો રાહ ચીંધ્યો

હળવદ શહેર છોટાકાશી તરીકે જગ વિખત્યાત છે ત્યારે હળવદમાં અનેક મહાનપુરુષો એ જન્મ લઈને દેશ અને સમાજને અનેક વિશેષ સેવાઓ પુરી પાડી છે અને સમાજને નવો રાહ ચીંધ્યો છે જેમાં કિડની હોસ્પિટલ અમદાવાદના પ્રણેતા ભારત રત્ન ડૉ એચ.એલ.ત્રિવેદી, ખગોળ શાસ્ત્રી ડૉ જે.જે.રાવલ, ડિજિટલ ટેલિફોન યુગ માટે જેમનું વિશેષ યોગદાન છે તેવા શામ પિત્રોડા સહિત હળવદના અનેક મહાપુરુષો એ દેશ અને દુનિયાને નવો રાહ ચીંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે તાજેતરમાં જ હળવદ શહેરમાં રહેતા માતા અને પુત્ર એ તેમના મૃત્યુ પછી દેહ દાન નો સંકલ્પ કરી અને સમાજ ને નવો રાહ ચીંધ્યો છે તેવા ધાર્મિક જીવન જીવતા માતા વિજયાબેન છગનભાઇ એરવાડિયા અને પુત્ર કિશોરભાઈ છગનભાઇ એરવાડિયા એમ બંને માતા પુત્રએ સુરેન્દ્રનગર સ્થિત સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે દેહ દાન કરવા માટે સંકલ્પ પત્ર ભર્યું છે. ત્યારે આ શુભ સંકલ્પથી તેમના અંગો મૃત્યુ પછી પણ કોઈ ના શરીર માં ધબકતા રહેશે અને બાકીનો દેહ પણ મેડિકલ કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીઓ ના વિદ્યા અભ્યાસ માટે ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે આ પ્રકારે માતા અને પુત્ર એ દેહ દાનનો એકસાથે સંકલ્પ કર્યો હોય તેવા કિસ્સાઓ ખૂબ જ નહિવત છે ત્યારે આ ઉમદા નિર્ણયથી એરવાડિયા પરિવારે આ વિસ્તાર સહિત દેશભર ના લોકો ને પહેલ કરી છે અને પ્રેરણા પુરી પાડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ એરવાડિયા એ પાંચ વખત છપૈયા (અયોધ્યા) 1600 કી. મી ની પાંચ પાંચ વખત પદયાત્રા કરી છે અને બહુચરાજી અંબાજી અને માતા ના મઢ પણ સાયકલ અને પદયાત્રા કરી ચુક્યા છે અને કિશોરભાઈ એ અ ધ ધ… 44 વખત રકતદાન કરી અને અનેક દર્દી ની જિંદગી બચાવવામાં નિમિત બન્યા છે ત્યારે કિશોરભાઈએ યુવાનીમાં રકતદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાનના સૂત્રને પોતાના જીવનમાં ઉતારી અને ચરિતાર્થ કર્યું છે કિશોરભાઈ એરવાડિયા અને તેમના પૂજ્ય માતુશ્રી વિજયાબેન ના દેહદાન ના સંકલ્પ થી આ વિસ્તાર ને એક અનેરી પ્રેરણા મળી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!