કોરોનાના ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટના એક પછી એક કેસ સામે આવતા મોરબી જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર આવ્યું છે. જેને લઈને હાઇરિસ્ક દેશોમાંથી આવેલ છ લોકોને મોરબીમાં હોમ કોરોન્ટાઈન કરાયા છે.
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ ઓમીક્રોન વેરિયન્ટને ભરી પીવા સાબળુ બન્યું છે. વાયરસના ખતરાને ખાળવા બનતા પ્રયાસો અને પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટ ખતરા વાળા દેશમાથી પરત આવેલા છ જેટલા લોકોના તાત્કાલિક કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા સાવચેતીના ભાગરૂપે હોમ કોરોટનાઇન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 38 લોકો વિદેશથી મોરબી પરત આવી ચુક્યા છે. જે તમામના રિપોર્ટ સહિતની કામગિરી આરોગ્ય તંત્ર દ્વારા કરાઈ છે.