મોરબી પોલીસે ગઈ કાલે પ્રોહીબીશન સંબંધિત જુદીજુદી કાર્યવાહી હાથ ધરી પાંચ સખ્સોને દારૂ પીધેલ હાલતમાં પકડી પાડ્યા છે જયારે તાલુકા પોલીસે એક સખ્સને બે બોટલ દારૂ સાથે આતરી લીધો છે.
મોરબીમાં વેજીટેબલ રોડ લાભનગર વિસ્તારમાં ગઈ કાલે સીટી બી ડીવીજન પોલીસે સાંજે પેટ્રોલિંગ દરમિયાન રામભાઇ બાબુભાઇ સાલાણી નામના સખ્સને પાસ પરમીટ કે આધાર વગર જાહેરમા કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમા છાકટો બની નીકળતા પકડી પાડ્યો હતો.
જયારે માળિયા પોલીસે ત્રણ રસ્તા પાસેથી વિપુલભાઇ કુંવરજીભાઇ વાઘમશી રહે.હાલ.દેવ સોલ્ટ પ્રા.લી. હરીપર તા.માળીયા મી. જી.મોરબી મુળ રહે.આદીપુર શીણોઇ તા.ગાંધીધામ જી.કચ્છ વાળા સખ્સને પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીઘેલ હાલતમા જાહેરમા બકવાસ કરતો અને લથડીયા ખાતી હાલતમાં પકડી પાડ્યો હતો.
જયારે વાંકાનેર પોલીસે તાલુકા મથકે જૈન દેરાસર પાસેથી માલદેવભાઈ ઉર્ફે અર્જુનભાઈ દેવાભાઈ મુંધવા રહે. દાતારટેકરી વુધ્ધાશ્રમ સામે વાંકાનેર તેમજ સીટી સ્ટેશન રોડ વાંજાવાસ પાણીના પરબ પાસે પેટ્રોલિંગ દરમીયા મુકેશ અમરશીભાઇ વીંજવાડીયા વાળા તથા અમરસિંહજી હાઇસ્કુલ પાસેથી પોલીસે મનોજભાઇ ચમનભાઇ રાઠોડ રહે- ગામ- વાંકાનેર ભારત ઓઇલ મીલની બાજુમાં દિવાનપરા જી.મોરબી વાળા ત્રણ શખ્સોને વાંકાનેર પોલીસે ગઈ કાલે સાંજે પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં જાહેરમાં લથડીયા ખાઈ બકવાસ કરતા પકડી પાડયા હતા.
જયારે મોરબી તાલુકા પોલીસે અજીત ઉર્ફે રાહુલ બાબુભાઇ ઓગાણજા રહે. નવલખી રોડ, રણછોડ નગર , બાપસિતારામ ની મઢુલી પાસે, દરબાર ના મકાનમા ભાડેથી મોરબી વાળા સખ્સને બેલા ગામના સીએનજી પંપ આગળ સામેથી રૂપિયા ૭૦૦ની કીમતના બે બોટલ દારૂ સાથે પકડી પાડ્યો હતો. આ શખ્સ સામે પોલીસે પ્રોહીબીશન ધારાઓ ૬૫-એ-એ, ૧૧૬-બી, મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.