Monday, November 18, 2024
HomeGujaratસમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ઇ - શ્રમ કાર્ડ મહાકેમ્પનું આયોજન

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ઇ – શ્રમ કાર્ડ મહાકેમ્પનું આયોજન

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી ની યાદી જણાવે છે કે આગામી સમયમાં ઇ – શ્રમ કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તેથી મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં વસતા ભૂદેવો નીચે મુજબના સ્થળે જણાવેલ ડોક્યુમેન્ટ તારીખ ૦૯-૧૨-૨૦૨૧ થી ૨૫-૧૨-૨૦૨૧ સુધીમાં જમાં કરાવવા.ડોક્યુમેન્ટ ની પાછળ જે તે વ્યક્તિએ પોતાનું નામ,૨ – અલગ અલગ મોબાઈલ નંબર અને સરનામું ફરજિયાત લખવું.
ઇ – શ્રમ કાર્ડ દ્વારા મળતા લાભો
૧. ઇ – શ્રમ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે.
૨. પીએમએસબીવાય ની જેમ વીમા કવરેજ મળશે
૩. અકસ્માત થી મૃત્યુ અથવા સ્થાય રૂપ થી વિકલાંગ થાય તો ૨ લાખ રૂપિયા અને આંશિક રૂપ થી વિકલાંગ થાય તો ૧ લાખ રૂપિયા મળવા પાત્ર છે
૪. અલગ પ્રકારની સામાજિક સુરક્ષા ના લા વિતરણ ઈ- શ્રમ કાર્ડ દ્વારા કરવામાં આવશે.
૫. મહામારી નાં સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મળવામાં સરળતા રહેશે.

- Advertisement -
- Advertisement -

ડોક્યુમેન્ટ ઝેરોક્ષ કોપીની વિગત

(૧) ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ (સભ્યની ઉંમર ૧૮-૬૦ વર્ષ વચ્ચે હોવી જોઈએ અને સભ્ય ઈન્કમટેકસ રિટર્ન જો ભરતો હોય તો નીલ ટેક્સ ભરતો હોવો જોઈએ, જે સભ્ય સરકારી નોકરિયાત અથવા ઈન્કમટેકસ રિટર્ન માં ટેક્સ ભરતા હોય એ સભ્ય નું આધાર કાર્ડ આપવું નહિ) (૨) આધાર કાર્ડ જેટલા સભ્યોના જમાં કરાવો તે દરેક સભ્ય ના બેંક એકાઉન્ટ ની પ્રથમ પેજ ની કોપી
ડોક્યુમેન્ટ નીચે જણાવેલા સ્થળોએ  જમા કરાવવાના રહેશે.
૧.))સાર્થક વિદ્યાલય – ૭૦૧૬૩૬૩૩૫૦, સમય ૪ થી ૬
૨.))ભારતી વિદ્યાલય – ૭૦૬૯૭૬૯૮૫૯, સમય ૪ થી ૬
૩.))ઔદિચ્ય બ્રાહ્મણ વાડી – ૦૨૮૨૨ ૨૨૫૫૧૫, સમય ૪ થી ૬
૪.))ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી- ૯૯૨૫૪૦૯૩૨૧, સમય – ૪ થી ૬
૫.))શ્રીમાળી બ્રાહ્મણ વાડી – ૯૪૨૮૨૬૭૭૪૧, સમય ૧૧ થી ૧૨,૫ થી ૬
૬.))પરશુરામ ધામ મંદિર – ૯૮૨૫૬૭૧૬૯૮
૭.))નલિની વિદ્યાલય – ૯૪૨૬૧૬૫૪૭૦, સમય – ૯ થી ૧૧
આ તમામ સ્થળ ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ તારીખ ૨૫-૧૨-૨૦૨૧ સુધીમાં જમાં કરાવવા. તથા કેમ્પની તારીખની જાણ ડોક્યુમેન્ટ જમા કરાવનારને ફોનથી કરવામાં આવશે. વધુ માહિતી માટે  કિશોરભાઈ પંડ્યા -૯૯૨૪૯૬૮૧૭૧,કેયુરભાઈ પંડ્યા -૯૪૨૯૪૮૪૪૪૦, અમુલભાઈ જોષી-૯૨૨૭૧૦૦૦૧૧ નો સંપર્ક કરો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!