મંદીના માંચડે ઝૂલતા મોરબી સીરામીક ઉદ્યોગની સમસ્યાને લઈને મોરબી શહેર / જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજુઆત કરી યોગ્ય કરવા માંગ ઉઠાવી છે.
રજુઆતમાં જણાવ્યું કે ગેસ કંપનીઓ દ્વારા દિવસે ને દિવસે કરતા ભાવ વધારાને લઈને મોરબી સીરામીક ઉદ્યોગમાં નફાનું ધોરણ ઘટતાં સીરામીક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વાગી ગયો છે. સમગ્ર દેશમાં વધારે ટેકસ ભરતી સીરામીક ઉદ્યોગની નાવ હાલક ડોલક થઇ ગઇ છે .જે ઉદ્યોગોને એગ્રીમેન્ટ પુરો થઇ ગયો હોય તે બીજે થી ગેસ લેવા દેતી નથી અને ગ્રાહકને પુરતો ગેસ મળે છે કે નહી તેનુ પ્રમાણ અંગે ગેસ આવ્યા પછી તોલમાપ ખાતુ આ બાબતમાં ઊંઘમાં છે. વેપારીઓના વાર્ષિક કાંટાની તપાસણી થાય પણ ગ્રાહકને ગેસ પુરતો મળે છે તેની તપાસણી થાય કે નહી! મોરબીના સીરામીક ઉદ્યોગની સાચી જાણકારી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કમીટી બનાવી તપાસ કરાવે તેવી માંગ ઉઠાવી છે.
ઉદ્યોગઅને ઉદ્યોગપતિઓને સવલતના નામે મીંડું આપતું હોવાથી અનેક કારખાનાઓ બંધ હતા રોડ રસ્તાની ખરાબ હાલત ખરાબ – પાણીની સમસ્યા, ફેકટરી ઇન્સપેકટર , પર્યાવરણ , ઇન્કમ ટેકસ , જી.એસ.ટી , સેલ ટેકસ સહિતની સમસ્યાઓ પણ ઉદ્યોગના વિકાસ આડે બાધારૂપ બને છે આથી વડાપ્રધાને સીરામીક ઉદ્યોગના વિકાસને વેગ અપાવવા અંગત રસ લઇને સવલતો આપવી જોઇએ.જો આ દિશામાં કાર્યવાહી કરવામાં નહિ આવેતો મોરબીમાં લાખો લોકોને રોજગારી આપતો સીરામીક ઉદ્યોગ પડી ભાંગશે.
મોરબી સીરામીકના નિષ્ણાંત માણસો પાસે અભિપ્રાય માંગવો જોઇએ અથવા એક કમીટી બનાવીને સીરામીકના પ્રશ્નનો મંગાવી સમસ્યા ઉકેળવી જોઈએ. વીકટ સમસ્યા જેવી કે ધરતીકંપ , પુરહોનારત , અન્ય વખતે સીરામીક ઉદ્યોગ સરકારની પડખે ઉભો હોય છે તો હાલ નબળી સ્થીતીમાં સરકારે પડખે ઉભું રહેવું તેમ અંતમાં રજુઆતમાં જણાવાયું છે.