ટંકારા લતીપર રોડ પરથી ટ્રકમાં ઠાંસી ઠાંસીને ભરી કતલખાને લઈ જવતા 23 પશુઓને વિશ્વ હિન્દુ પરિષદે ટંકારા પોલીસના સહયોગથી બચાવ્યા હતા.
કચ્છમાંથી પશુઓ ભરી ટ્રક મોરબી તરફ આવતો હોવાની વિશ્વ હિન્દુ પરિસદના સભ્યોને જાણ થતાં ગૌરક્ષકો મોરબી ચેક પોસ્ટ ખાતે દોડી ગયા હતા જ્યાં આ ટ્રકને અટકાવવા છતાં ટ્રક ચાલકે ટંકારા તરફ ટ્રક ભગાવી મુકયો હતો જેથી ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે રાજવીર કારખાના નજીક અન્ય એક ટ્રક આડે ઉભો રાખી પશુ ભરેલ ટ્રક અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ચાલકે ટ્રકને ખાડામાં ટ્રક ઉતારી પોતે નાશી છૂટ્યો હતો. ત્યારબાદ ટ્રકના ત્રણ ખાનામાં ભરેલ એક ભેંસ, 22 નાનામોટા પાડા સહિત 23 પશુઓને પોલીસ અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ છોડાવી મોરબી પાંજરાપોળ ખાતે મોકલવા તજવીજ હાથ ધરી છે. તથા વિહિપના પ્રમુખ કમલેશભાઈ રૂંજાએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ કામગીરી ટંકારા પોલીસ સ્ટાફ તથા વિશ્વ હિન્દુ પરિસદ તથા ગૌરક્ષ કમાન્ડો ફોર્સ મોરબીના જિલ્લા પ્રમુખ કમલેશ ભાઈ રૂંજા, ચેતનભાઈ પાટડીયા, હિતરાજસિંહ, મનીષભાઈ કણઝારીયા, કૃષબ રાઠોડનો સહયોગ મળ્યો હતો.