મોરબી કોર્ટ પોક્સોના આરોપીને આજીવન કેદની સજા ફટકારી હોવાનો પ્રથમ કિસ્સો મોરબી પંથકમાં થયો છે. જેમાં
વર્ષ ૨૦૧૬માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને મરવા માટે મજબુર કર્યા હોવાનો ગુનો નોંધાયો હતો. જેમાં ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
જો કે આ ઘટનામાં આરોપી તરીકે સગીરનો સાવકો પિતા જ હોવાનું પોલીસ તપાસમાં બહાર જે તે સમયે આવ્યું હતું ત્યારે વર્ષ ૨૦૧૬ માં નોંધાયેલ ગુનામા આ કેસ આજે સ્પે.પોસ્કો કોર્ટ એન કે ઉપાધ્યાય સાહેબની કોર્ટમાં ચાલી જતા ૨૯ દસ્તાવેજી પુરાવાઓ અને ૧૮ સાક્ષીઓને તપાસી અને પાંચ વર્ષ બાદ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે ત્યારે આરોપી અશોક જ્યાં સુધી જીવે એટલે કે કુદરતી મોત ન થાય ત્યા સુધીની કેદની સજા ફરમાવી હોવાનો આ પ્રથમ દાખલો મોરબી પંથકમાં થવા પામ્યો છે હાલ આરોપીને પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી મોરબી કોર્ટે પૂર્ણ કરી દીધી છે.