પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવેના વ્યાસાસને અનેરૂ આયોજન
આદીકાળથી સનાતન હિન્દુ ધર્મ મા ગૌમાતાનુ પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યુ છે. ગૌમાતા માતા મા ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. ત્યારે ગૌસેવાના લાભાર્થે મોરબીના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટી મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરૂ આયોજન આગામી તા.૨૭-૧૨-૨૦૨૧ સોમવાર થી ૨-૧-૨૦૨૨ શનીવાર દરમિયાન કરવામાં આવ્યુ છે.
જે અંતર્ગત પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવેના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન કરાવવા મા આવશે. પોથી યાત્રા તેમજ કથા દરમિયાન આવતા ધાર્મિક માંગલિક ઉત્સવો જેવા કે કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ સહીતના પ્રસંગો ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકરસંક્રાંતિના પર્વ નિમિતે દાન-પૂણ્ય નો મહીમા રહેલો છે. ત્યારે મકરસંક્રાંતિ પર્વ પૂર્વે ગૌસેવાના લાભાર્થે એવન્યુપાર્ક સોસાયટી ગરબીચોક ખાતે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વિવિધ પ્રસંગોમાં યજમાન બનવા તેમજ સહયોગ અર્પણ કરવા શહેરની ધર્મપ્રેમી જનતાને હસુભાઈ ચંડીભમર મો.૯૯૨૫૭ ૮૦૮૮૮, માવજીભાઈ પટેલ મો.૯૦૯૯૦૧૭૯૦૦, રમાબેન કોઠીયા મો.૯૭૨૭૮૭૧૯૧૯, જાગૃતિબેન કૈલા મો.૯૭૨૬૮૦૭૩૪૦, નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે. શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પધારવા તેમજ કથાનુ રસપાન કરવા એવન્યુ પાર્ક મહિલા મંડળે ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ છે.